
મધ્યપ્રદેશમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે, જેના કારણે રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. હવે, ભારતીય હવામાન વિભાગએ ૧૧ ઓગસ્ટ, સોમવારના રોજ મધ્યપ્રદેશના ૧૧ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા હવામાન અહેવાલ મુજબ, આગામી ૨૪ કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે વાવાઝોડા અને ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્્યતા છે. પરિણામે, રહેવાસીઓને ફક્ત આવશ્યક કામ માટે જ બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે.આઇએમડી અનુસાર, મધ્યપ્રદેશમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, અને ઓછા દબાણવાળા વિસ્તારમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.
આઇએમડી દ્વારા જાહેર કરાયેલા હવામાન અહેવાલ મુજબ, રાજધાની ભોપાલ સહિત મધ્યપ્રદેશના ૧૧ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. આ જિલ્લાઓમાં રાયસેન, ભોપાલ, રાજગઢ, શાજાપુર, અગર, સિહોર, દેવાસ, ઇન્દોર, ઉજ્જૈન, મંદસૌર અને રતલામનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે, જેના કારણે આ વિસ્તારોમાં વાવાઝોડા અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
ડિંડોરી જિલ્લામાં સતત ભારે વરસાદ અને વિદ્યાર્થીઓ અને બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્રે એક મોટો નિર્ણય લીધો છે. કલેક્ટર અંજુ પવન ભદોરિયાએ સોમવાર, ૧૧ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ જિલ્લાની તમામ શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરી છે. વધુમાં, તમામ આંગણવાડી કેન્દ્રો પણ બાળકો માટે બંધ રહેશે.
સિહોર જિલ્લામાં ચોમાસાએ તબાહી મચાવી છે. જિલ્લાના શ્યામપુર તાલુકા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ગઈકાલે રાત્રે પડેલા ભારે અને સતત વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ભારે વરસાદને કારણે ડઝનબંધ દુકાનો અને ઘરોમાં કેટલાક ફૂટ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વ્યવસાયોને નોંધપાત્ર નાણાકીય નુકસાન થયું છે. રાત્રિભર પડેલા મુશળધાર વરસાદને કારણે સ્થાનિક નદીઓ અને વરસાદી નાળા છલકાઈ ગયા છે. વધતા પાણીના સ્તરને કારણે ઘણા મુખ્ય રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. શ્યામપુર, અહમદપુર, દોરા અને ચર્નલ સહિત અનેક મુખ્ય ગ્રામીણ વિસ્તારોનો જિલ્લા અને તાલુકા મુખ્યાલય સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
હવામાન વિભાગે ભોપાલ, રાયસેન અને અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે અને યલો એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે શિવપુરી, નિવારી/ઓરછા, ગુના, અશોકનગર, વિદિશા/ઉદયગિરી, નીમુચ, ઝાબુઆ, અલીરાજપુર, બરવાની/બાવનગાજા, ધાર/મંડુ, નર્મદાપુરમ/પચમઢી, નરસિંહપુર, ખંડવા/ઓમકારેશ્વર, ખરગોન/મહેશ્વર, બુરહાનપુર, હરદા, બેતુલ, છિંદવાડા, પંધુર્ણા/પેંચ, સિઓની અને સાગરમાં સવારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. નદીઓ અને નાળાઓના પાણીનું સ્તર વધવાની અને કાદવ અને નબળા મકાનોના માળખાને પણ નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત ભારે વરસાદને કારણે પાણી ભરાઈ શકે છે અને કેટલીક જગ્યાએ વીજળી પડવાની પણ શક્્યતા છે. આ શક્્યતાને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરી છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળી શકાય. લોકોને નદીઓ, નાળાઓ અને પુલોથી દૂર રહેવાનું પણ કહેવામાં આવ્યું છે. વીજળી પડે ત્યારે કોઈપણ ખુલ્લી જગ્યાએ ન રોકાવાની અને ઓછી દૃશ્યતા અને લપસણી જગ્યાએ જતી વખતે અને વાહનો ચલાવતી વખતે સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે