બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈને આજે ભારે રાજકીય રસાકસી જાવા મળી હતી. ચૂંટણી પૂર્વે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો પાસે સમાન ૧૦-૧૦ બેઠકો હોવાથી સત્તા મેળવવા માટે બંને પક્ષોએ જારદાર પ્રયાસો હાથ ધર્યા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કુલ ૨૦ સભ્યોમાંથી ૧૯ સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે કોંગ્રેસનો એક સભ્ય ગેરહાજર રહેતા પક્ષને મોટો ઝટકો લાગ્યો હતો. કોંગ્રેસના સભ્યની ગેરહાજરીનો સીધો લાભ ભાજપને મળ્યો હતો.
આ પરિસ્થીતિમાં ભાજપે કોંગ્રેસના વર્ષોથી મજબૂત માનાતા ગઢમાં ગાબડું પાડી સત્તા પર કબજા જમાવ્યો હતો. દાંતા તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે ભાજપના પિન્કીબેન અશ્વિનકુમાર ચૌધરી વિજેતા જાહેર થયા હતા. જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપના ભરતકુમાર સ્વરૂપભાઈ રાણાની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ પર ભાજપના ઉમેદવારોની જીત સાથે તાલુકા પંચાયતની સત્તા ભાજપના હાથમાં આવી ગઈ છે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે સમાન બેઠકો હોવા છતાં કોંગ્રેસના આંતરિક અસંતોષ અને એક સભ્યની ગેરહાજરીના કારણે ભાજપે અંતિમ ક્ષણે બાજી મારી સત્તાના શિખરે પહોંચવામાં સફળતા મેળવી છે. ૩૧ વર્ષ પછી ભાજપે દાંતા તાલુકા પંચાયત કબજે કરી છે. જાકે કોંગ્રેસના તાલુકા પ્રમુખે આ ચૂંટણી લોકશાહીના ઢબે ચૂંટણી ન થઈ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો સાથે કોંગ્રેસના સભ્યને ઉઠાવી ગયા હોવાનો પણ ઝાકીરભાઇ અથાણીયાએ આક્ષેપ કર્યો હતો.
ઝાકીર અથાણીયાએ કહ્યું કે, આજે જે તાલુકા પચાયની ચૂંટણી થઈ, તેમાં સત્તાની રુહે લોકશાહીની ઢબે ચૂંટણી નથી થઈ, પરંતુ શાસક પક્ષે ઉમેદવારોની ઉપાડી જવા અને ચૂંટણી કરે એ ચૂંટણી ના કહેવાય. લોકોથી જીતીએ તે જ લોકશાહી કહેવાય. આ કોઈ લોકશાહીના ઢબે ચૂંટણી નથી. સત્તાના રુહે ભાજપવાળા કોંગ્રેસના ઉમેદવારને ઉપાડી લઈ ગયા હતા. ચૂંટણી અધિકારીને પણ ફરિયાદ કરવાથી આ સરકારમાં કોઈને જવાબ મળવાનો નથી.