
પંચમહાલ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘ અને ધી કૃષ્ણ કો.ઓ.કોટન સેલ જીનિંગ એન્ડ પ્રેસીંગ સોસાયટી લિ.ની સામાન્ય ચુંટણીમાં ૧૪ સીટ માટે ૧૭ ફોર્મ ભરાયા હતા. જેમાં ૧૨ સીટ બિનહરીફ થઈ હતી. જયારે બે સીટની ચુંટણી થયા બાદ મતદાર ગણતરી બાદબે ઉમેદવારોને વિજેતા જાહેર કર્યા હતા. જયારે ધી કૃષ્ણ કોટન સો.ની. ૧૨ સીટ બિનહરીફ જાહેર કરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘની વ્યવસ્થાપક સમિતિની ચુંટણી જાહેર થઈ હતી. જેમાં ૧૪ બેઠક માર્ટે ૧૭ ફોર્મ ભરાયા હતા. ૧૨ સીટ પર એક જ ફોર્મ ભરાતા ૧૨ સીટ બિનહરીફ જાહેર કરવામાં આવી હતી. જયારે ઘોઘંબા ૧/૬ મતદાર મંડળની ૧ સીટ માટે ૨ ફોર્મ અને સંઘ સાથે જોડાયેલી અન્ય મંડળી ૫ મતદાર મંડળની ૧ સીટ માટે ૩ ફોર્મ ભરાયા હતા. બે સીટની ચુંટણીનુ મતદાન ૮ મીએ દલુની વાડી ખાતે યોજાયુ હતુ. જેની મત ગણતરી ૯ મી એ થતાં ઘોઘંબા મતદાર મંડળ ૧/૬ માં બારીયા અર્જુનસિંહ અંદરસિંહ અને અન્ય મંડળી મતદાર મંડળ ૫ની ગણતરીમાં પટેલ જયપ્રકાશ ઈશ્ર્વરભાઈ વિજેતા જાહેર કરાયા હતા. જયારે ધી કૃષ્ણ કોટન સો.ની. ચુંટણીમાં ૧૨ સીટ પર ૧૨ ફોર્મ ભરાયા હતા. સામે એક પણ ફોર્મ ન ભરાતા તમામ ૧૨ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરાયા હતા.