એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને કેરળ ઇલેક્શન વોચના એક નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કેરળ વિધાનસભાના લગભગ ૭૦% વર્તમાન ધારાસભ્યો પર ફોજદારી આરોપો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેરળના અડધાથી વધુ વર્તમાન ધારાસભ્યો કરોડપતિ છે. આ રિપોર્ટમાં રાજ્યના ૧૩૨ ધારાસભ્યોના સોગંદનામાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં જાણવા મળ્યું હતું કે ૯૨ ધારાસભ્યોએ પોતાની સામે ગુનાહિત કેસ જાહેર કર્યા છે. આમાંથી ૩૩ ધારાસભ્યો પર ગંભીર ગુનાહિત કેસ છે. આ ગંભીર કેસોમાં હત્યા અને હત્યાના પ્રયાસનો સમાવેશ થાય છે.
અહેવાલ મુજબ, બે ધારાસભ્યોએ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ (હત્યા) હેઠળ ગુના જાહેર કર્યા છે. ત્રણ ધારાસભ્યો પર હત્યાના પ્રયાસનો આરોપ છે (કલમ ૩૦૭). વધુમાં, ત્રણ ધારાસભ્યો પર મહિલાઓ વિરુદ્ધ ગુનાઓના કેસ છે, જેમાં એક બળાત્કારનો સમાવેશ થાય છે. સીપીઆઈ(એમ) ધારાસભ્યો પર સૌથી વધુ ફોજદારી કેસ છે, ત્યારબાદ કોંગ્રેસનો ક્રમ આવે છે. જાકે, ટકાવારીની દ્રષ્ટિએ, કોંગ્રેસ પહેલા ક્રમે છે, અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ બીજા ક્રમે છે.
જા આપણે પક્ષવાર ડેટા જાઈએ, તો પરિસ્થિતિ દરેક પક્ષ માટે ચિંતાજનક છે. ચાલો તમને પક્ષવાર આંકડા બતાવીએઃ ૫૮ સીપીઆઈ(એમ) ધારાસભ્યોમાંથી ૪૩ (૭૪ ટકા) સામે ગુનાહિત કેસ છે. કોંગ્રેસના ૨૧ માંથી ૧૯ ધારાસભ્યો (૯૦ ટકા) સામે ફોજદારી કેસ છે.સીપીઆઇના ૪૪ ટકા ધારાસભ્યો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે.આઇયુએમએલના ૮૬ ટકા ધારાસભ્યોએ ફોજદારી કેસ જાહેર કર્યા છે.
નાણાકીય સ્થિતિની દ્રષ્ટિએ, ૭૨ ધારાસભ્યો (૫૫ ટકા) એ ૧ કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે. તમામ ૧૩૨ ધારાસભ્યોની કુલ સંપત્તિ ૩૬૩.૭૮ કરોડ છે. પ્રતિ ધારાસભ્ય સરેરાશ સંપત્તિ ૨.૭૫ કરોડ છે. કેટલીક પાર્ટીઓ પાસે કેરળ કોંગ્રેસ એમ જેડીએસ એનસીપી અને કેરળ કોંગ્રેસ સહિત તમામ કરોડપતિ ધારાસભ્યો છે.આઇયુએમએલના ૮૬ ટકા ધારાસભ્યો કરોડપતિ છે, ત્યારબાદ કોંગ્રેસના ૬૨ ટકા અને સીપીઆઇ એમના ૪૦ ટકા ધારાસભ્યો આવે છે.
કોંગ્રેસના ધારાસભ્ય મેથ્યુ કુઝાલનાદન રાજ્યના સૌથી ધનિક ધારાસભ્ય છે. તેમની કુલ સંપત્તિ ૩૪ કરોડથી વધુ છે. અપક્ષ ધારાસભ્ય મણિ સી. કપ્પન બીજા ક્રમે છે, જેમની સંપત્તિ ૨૭ કરોડથી વધુ છે. ત્રીજા ક્રમે, કેરળ કોંગ્રેસ (બી) ના કે.બી. ગણેશ કુમાર છે, જેમની સંપત્તિ ૧૯ કરોડથી વધુ છે. સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ધારાસભ્ય સીપીઆઈ(એમ) ના પીપી સુમોધ છે. તેમણે માત્ર ૯.૯ લાખની સંપત્તિ જાહેર કરી છે.
શિક્ષણની દ્રષ્ટિએ, ૬૧ ટકા ધારાસભ્યો સ્નાતક કે તેથી વધુ છે. ૩૬ ટકાએ ધોરણ ૫ થી ૧૨ વચ્ચે અભ્યાસ કર્યો છે.એડીઆર રિપોર્ટ મુજબ, રાજ્ય વિધાનસભામાં મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી છે. ફક્ત ૧૧ ધારાસભ્યો મહિલાઓ છે, જે કુલ ધારાસભ્યોના ૮ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. ઉંમરની દ્રષ્ટિએ, ૭૦ ટકા ધારાસભ્યો ૫૧ થી ૮૦ વર્ષની વચ્ચે છે, જ્યારે ૩૦ ટકા ૨૫ થી ૫૦ વર્ષની વચ્ચે છે. આ અહેવાલ કેરળ વિધાનસભાના ૧૩૨ વર્તમાન ધારાસભ્યોના સોગંદનામા પર આધારિત છે.