કવાંટથી નીકળેલો માતૃશક્તિ પદયાત્રા સંઘ અંબાજી પહોંચ્યો

-૧૧ દિવસની યાત્રા બાદ માઁ અંબાના ધામમાં ધજા ચડાવી, ભક્તિમય માહોલ.

કવાંટથી નીકળેલો માતૃશક્તિ પદયાત્રા સંઘ ૧૧ દિવસની સતત યાત્રા પછી મોટા અંબાજી ખાતે માઁ અંબાના ધામે પહોંચ્યો હતો.

માહિતી અનુસાર, કવાંટથી મોટા અંબાજી માટે માતૃશક્તિ પદયાત્રા સંઘ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ માઁ અંબાના જયકાર સાથે અંબાજી જવા રવાના થયો હતો. માતાના ભક્તોએ ઉત્સાહ સાથે “બોલ માડી અંબે જય જય અંબેના નારા લગાવ્યા હતા.

સતત ૧૧ દિવસ સુધી, વરસાદ અને તડકાની પરવા કર્યા વગર, અનેક મુશ્કેલીઓ સહન કરીને આ સંઘ ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ અંબાજી ધામ પહોંચ્યો.

અંબાજી પહોંચતા જ પદયાત્રીઓમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો. મોટી સંખ્યામાં ભક્તોએ માઁ અંબાના મંદિરમાં ધજા ચડાવી. તેમણે પોતાના પરિવાર અને સમગ્ર કવાંટ પંથકની સુખ-શાંતિ તથા સમૃદ્ધિ માટે માઁ અંબાને પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ “જય અંબે ના જયકારથી ગુંજી ઉઠ્યું. પદયાત્રામાં જોડાયેલી માતૃશક્તિની શ્રદ્ધા અને ભક્તિ જોવા મળી.