કરમસદ,આણંદ થી કેવડિયા સુધી Unity March Sardar150રાષ્ટ્રીય સ્તરની પદયાત્રામાં માય ભારત ગોધરાના યુવાનો જોડાયા

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના સ્મરણાર્થે આયોજીતUnity March Sardar150રાષ્ટ્રીય સ્તરની પદયાત્રાનો કરમસદ, આણંદ જીલ્લામાંથી તારીખ 26.11.2025 થી તારીખ.06.12.2025 સુધી ભવ્ય રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, શિસ્ત અને દેશપ્રેમના ભાવને પ્રોત્સાહન આપવાનો છે. દેશભરના વિવિધ રાજ્યો માંથી આવેલા યુવા સ્વયંસેવકો,સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સરકારી અધિકારીઓ ઉત્સાહપૂર્વક આ યાત્રામાં જોડાયા. માય ભારત ગોધરાના 120 સ્વયંસેવકોએ 5 અને 6 ડિસેમ્બરે બે દિવસ માટે આ યાત્રામાં ભાગ લીધો હતો. બધા સ્વયંસેવકોએ રાજપીપળાથી કેવડિયા સુધી ઉત્સાહપૂર્વક યાત્રામાં ભાગ લીધો.

આ અવસરે મુખ્ય અતિથિએ સરદાર પટેલના એકતાના વિઝન પર પ્રકાશ પાડતા યુવાનોને તેમના આદર્શોને જીવનમાં ઉતારવા આહ્વાન કર્યું. યાત્રા દરમિયાન વિવિધ ગામો અને શહેરોમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજ્યા હતાં અને યાત્રાનું સમાપન કેવડિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય સમારોહ સાથે કરવામાં આવ્યું હતું. માય ભારત ગોધરા જીલ્લા યુવા અધિકારી વિઠ્ઠલભાઈ ચોરમેલએ પદયાત્રામાં જોડવા બદલ પંચમહાલ જીલ્લાના યુવાનો હાર્દિક અભિનંદન સાથે ધન્યવાદ્ પાઠવ્યા હતા