કાલોલના દેવપુરા (મલાવ) ગામે ટ્રાન્સફોર્મરના તાણિયામાં કરંટ ઊતરતાં ભેંસનું મોત : રૂ.૮૦,૦૦૦નું નુકસાન

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના દેવપુરા (મલાવ) ગામે સીમ વિસ્તારમાં આવેલ એક ખેતરમાં ખૠટઈક ના ટ્રાન્સફોર્મરના તાણિયામાં અચાનક વીજ કરંટ ઊતરતાં એક ભેંસનું કરૂણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, દેવપુરા (મલાવ) ગામના રહીશ હિતેશભાઈ પ્રતાપભાઈ પરમાર (ઉં.વ. ૩૦) ની એક કાળા કલરની (પહેલા વેતર વાળી) ભેંસ નિરંજનભાઈ વ્યાસના ખેતરમાં હતી. તા. ૨૮/૦૭/૨૦૨૬ ના રોજ સવારના આશરે ૧૦:૦૦ વાગ્યાના સુમારે ખેતરમાં લગાવેલા એમ.જી.વી.સી.એલ.(ખૠટઈક)ના ટ્રાન્સફોર્મરના સપોર્ટ વાયર (તાણિયા)માં અચાનક વીજળીનો કરંટ ઊતર્યો હતો. ભેંસ આ તાણિયાના સંપર્કમાં આવતાં જ તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને તે નીચે પડી જતાં ઘટનાસ્થળે જ મોતને ભેટી હતી. આ દુર્ઘટનાને કારણે પશુપાલકને આશરે ‚ા. ૮૦,૦૦૦/- નું આર્થિક નુકસાન થયું છે. આ બનાવ અંગે હિતેશભાઈ પરમારે કાલોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે જાણવા જોગ નોંધ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.