જીલ્લાપોલીસ વડાની સુચના અનુસાર હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરવામાં આવ્યા

પંચમહાલ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશ દુધાતની સૂચના અન્વયે, હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા આ ડ્રાઇવરોને રોડ સેફ્ટી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં સૂચનાઓમાં સીટબેલ્ટ પહેરવા, સ્પીડ લિમિટનું પાલન કરવા, બસ સ્ટેન્ડ જ્યાં હોય ત્યાં જ બસ ઉભી રાખવી તે સિવાય રસ્તામાં ક્યાંક અન્ય જગ્યાએ બસ ઉભી ન રાખી કેફી પીણું પી ગાડી ક્યારેય ન ચલાવી તેમજ મુસાફરી દરમિયાન મોબાઇલનો ઉપયોગ ન કરવા અને પદયાત્રીઓને પ્રાથમિકતા આપવા જેવા મુદ્દાઓનો સમાવેશ હતો. પોલીસ અધિકારીઓએ ડ્રાઇવરોને અપીલ કરી કે તેઓ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરે અને રોડ સેફ્ટીને પ્રોત્સાહન આપે. ઉલ્લેખનીય છેકે, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રોડ અક્સિડન્ટ્સ ઘટાડવાનો અને લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ વધારવાનો હતો. જ્યાં બસ ડ્રાઇવરોએ પણ આ પહેલની પ્રશંસા કરી અને ભવિષ્યમાં નિયમોનું પાલન કરવાનું વચન આપ્યું હતું.