જનરલ-ઝેડ શાંતિથી વિચારતા નથી; તેઓ જે યોગ્ય લાગે છે તેના તરફ આકર્ષાય છે,મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના વડા મોહન ભાગવતે રવિવારે કહ્યું કે લગ્ન એક શિસ્ત છે જે ધર્મ સ્થાપિત કરે છે, જ્યારે સહ-જીવન સંબંધોની વાસ્તવિકતા સમગ્ર વિશ્વમાં જાઈ શકાય છે. મોહન ભાગવતે હૈદરાબાદમાં વિશ્વ માંગલ્ય સભા દ્વારા “સમકાલીન માતૃત્વ” વિષય પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. ભાગવતે જનરલ-ઝેડ વિશે પણ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.મોહન ભાગવતે કહ્યું કે જનરલ ઝેડ લોકો બીજાના માર્ગે ચાલે છે, ભાવનાશીલ હોય છે અને શાંતિથી વિચારતા નથી. ભાગવતે કહ્યું કે ય્ીહ-ઢ લોકો જે યોગ્ય માને છે તેના તરફ આકર્ષાય છે. તેમણે કહ્યું,

“લગ્ન એ એક શિસ્ત છે જે ધર્મ સ્થાપિત કરે છે. તેનો વિકલ્પ સહ-જીવન છે. તેના પરિણામો શું છે? અમને જવાબદારીઓ નથી જાઈતી, અમે ફક્ત ખુશી ઈચ્છીએ છીએ. જ્યાં સુધી તમને મન થાય ત્યાં સુધી સાથે રહો, અને જ્યારે તમને ન ગમે ત્યારે અલગ થઈ જાઓ. કોઈ જવાબદારી નથી. આનાથી શું થશે? જે વધી રહ્યું છે તે આખી દુનિયામાં જાઈ શકાય છે.”તેમણે કહ્યું કે જ્યારે આધુનિકતા પણ જરૂરી છે, ત્યારે સમય સાથે બદલાવ એ દેશની પરંપરાઓનો પણ નિયમ છે.

“સહ-જીવન” સંબંધનો પરોક્ષ રીતે ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ છે.ભાગવતે કહ્યું કે આધુનિકતાનું સ્વાગત કરવું જાઈએ. તેમણે એમ પણ કહ્યું કે એલજીબીટીકયુ સમુદાય સમાજનો એક ભાગ છે અને તેમને નીચું ન જાવું જાઈએ. ભાગવતે કહ્યું કે માતા-પિતાએ મોબાઇલ ફોનના ઉપયોગમાં શિસ્તનું પાલન કરવું જાઈએ.

આ ઉપરાંત, આરએસએસ વડા મોહન ભાગવતે બાળકોની નવી પેઢીના પ્રશ્નોના જવાબ આપવા અને પરિવાર સંબંધિત વિવિધ મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે પરિવારના સભ્યો વચ્ચે વાતચીતના મહત્વ પર પણ ભાર મૂક્્યો હતો.નોંધનીય છે કે તાજેતરમાં જ દિલ્હીના જંતર મંતર ખાતે શિક્ષણના મુદ્દા પર જનરલ ઝેડ એ વિરોધ પ્રદર્શન કર્યું હતું.જનરલ ઝેડની માંગણીઓ પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યારથી, જનરલ ઝેડ સંસ્કૃતિ અંગે દેશમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.