હરિયાણામાં છ વર્ષમાં ૧૮,૦૦૦ યુવાનો હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા,રિપોર્ટ

છેલ્લા છ વર્ષમાં હરિયાણામાં લગભગ ૧૮,૦૦૦ યુવાનોએ હાર્ટ એટેકને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સરકારે બુધવારે વિધાનસભાને લેખિત જવાબમાં માહિતી આપી હતી કે જાન્યુઆરી ૨૦૨૦ થી જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં, ૧૮-૪૫ વર્ષની વયના આશરે ૧૮,૦૦૦ લોકો હાર્ટ એટેક અથવા હાર્ટ ફેલ્યોરથી મૃત્યુ પામ્યા હતા. કોંગ્રેસના એક ધારાસભ્યએ પૂછ્યું હતું કે, “૨૦૨૦ થી વર્ષ-દર-વર્ષ અને જિલ્લામાં ૧૮-૪૫ વર્ષની વયના યુવાનોમાં હાર્ટ એટેક અથવા હાર્ટ ફેલ્યોરથી કેટલા મૃત્યુ થયા છે?”

કોંગ્રેસના ધારાસભ્યએ એમ પણ પૂછ્યું કે શું સરકારે આ મૃત્યુ અને કોવિડ-૧૯ ચેપ અથવા કોવિડ-૧૯ રસી વચ્ચેની કડી નક્કી કરવા માટે કોઈ સર્વેક્ષણ કે અભ્યાસ હાથ ધર્યો છે? જા એમ હોય, તો રિપોર્ટ શું છે અને સરકારે શું પગલાં લીધાં છે? ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં, સરકારે જણાવ્યું કે આવો કોઈ સર્વેક્ષણ કે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો નથી. સરકારે જણાવ્યું કે, જિલ્લાઓમાંથી મળેલી માહિતીના આધારે,

વર્ષવાર મૃત્યુઆંક આ મુજબ છેઃ૨૦૨૦ માં ૨,૩૯૪,૨૦૨૧ માં ૩,૧૮૮,૨૦૨૨ માં ૨,૭૯૬,૨૦૨૩ માં ૨,૮૮૬,૨૦૨૪ માં ૩,૦૬૩,૨૦૨૫ માં ૩,૨૫૫,જાન્યુઆરી ૨૦૨૬ માં ૩૯૧ છે. આમ, છેલ્લા છ વર્ષના ડેટા પર નજર કરીએ તો, હૃદયરોગના હુમલા અથવા હૃદયની નિષ્ફળતાથી ૧૭,૯૭૩ લોકો મૃત્યુ પામ્યા છે.

રાજ્ય વિધાનસભામાં વિવિધ જિલ્લાઓનો ડેટા પણ રજૂ કરવામાં આવ્યો હતો. ઉદાહરણ તરીકે, યમુનાનગર જિલ્લામાં, જાન્યુઆરી ૨૦૨૦ થી ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં, દર વર્ષે અનુક્રમે ૩૮૭, ૪૬૧, ૩૭૫, ૩૭૮, ૪૧૦ અને ૩૮૯ મૃત્યુ થયા હતા. દરમિયાન, રોહતક જિલ્લામાં, આ આંકડા નોંધપાત્ર રીતે ઓછા હતા, ૨૦૨૦ માં હાર્ટ એટેક અથવા હાર્ટ ફેલ્યોરથી ૩૩ મૃત્યુ, ૨૦૨૧ માં ૪૧, ૨૦૨૨ માં ૪૦, ૨૦૨૩ માં ૨૭, ૨૦૨૪ માં ૩૦ અને ૨૦૨૫ માં ૩૦ મૃત્યુ થયા હતા. ગુરુગ્રામમાં, ૨૦૨૦ થી ૨૦૨૫ દરમિયાન સમાન કારણોના પરિણામે અનુક્રમે ૧૧૩, ૧૦૫, ૧૧૬, ૧૧૪, ૯૩ અને ૮૩ મૃત્યુ થયા હતા.