ગુજરાતમાં વધુ એક ‘મેરેજ સ્કેમ’, અલગ અલગ જિલ્લામાં એક મહિલાએ પાંચ પુરુષો સાથે લગ્ન કર્યા

ગુજરાતમાં એક સુશિક્ષિત મહિલાએ પુરુષો પાસેથી પૈસા પડાવવા માટે એક નવી સ્કીમ બનાવી હતી, જે હવે હેડલાઇન્સમાં છે.આ મહિલાએ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં પાંચ પુરુષો સાથે લગ્ન કર્યા હતા. જોકે, દરેક લગ્ન પછી તરત જ, તે ઝઘડો કરતી અને પછી તેના પતિ પાસેથી ભરણપોષણ લેવા માટે કોર્ટમાં અરજી કરતી.અમદાવાદમાં આ મહિલાએ બે પુરુષોને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પૈસા મેળવી શકે તે પહેલાં જ બંને પુરુષોએ તેની વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી દીધી હતી.

આપને જણાવી દઈએ આ મહિલા ખરેખર લુણાવાડાની છે. તે વકીલ છે, પરંતુ તેને લગ્ન માટે જીવનસાથી એપ પર પોતાને ગૃહિણી તરીકે જાહેર કરી હતી.પછી જો તેને એપ પર પ્રોફાઇલ ગમતી, તો તે તે વ્યક્તિને મળતી અને તેને પોતાની જાળમાં ફસાવતી. માહિતી અનુસાર આ મહિલાએ અત્યાર સુધીમાં પાંચ પુરુષો સાથે લગ્ન કર્યા છે. દરેક લગ્ન પછી, તેને દરેક સામે ઘરેલુ હિંસા અને ભરણપોષણનો કેસ દાખલ કર્યો છે. આ કેસ અલગ અલગ જિલ્લા કોર્ટમાં ચાલી રહ્યા છે. આ મહિલા તેના બોયફ્રેન્ડ સાથે અમદાવાદમાં ફરતી હતી. આ દરમિયાન એક પુરુષે જીવનસાથી એપ પર મહિલાની વિગતો જોઈ હતી.જેના પછી આ પુરુષે મહિલાના બોયફ્રેન્ડનો સંપર્ક કર્યો હતો.

જ્યારે તેને તપાસ કરી, ત્યારે એક ચોંકાવનારી હકીક્ત સામે આવી. જેમાં તેને મહિલાના પાંચ ભૂતપૂર્વ પતિઓ વિશે પણ જાણવા મળ્યું હતું. આ મહિલાએ લુણાવાડા, વડોદરા, સુરેન્દ્રનગર અને સુરતમાં પુરુષો સાથે લગ્ન કર્યા છે. તેને બે બાળકો પણ છે. આ મહિલાએ જીવનસાથી એપ પર એક જાહેરાત પોસ્ટ કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે તે એક એવા જીવનસાથીની શોધમાં છે જે તેના બે બાળકોને સ્વીકારી શકે. જોકે જ્યારે તેના બોયફ્રેન્ડના યાનમાં આ જાહેરાત આવી ત્યારે મહિલાની સમગ્ર પોલ ખૂલી ગઈ હતી.