ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ વાગતા જ રાહુલ ગાંધીનો કાર્યક્રમ ગોઠવાયો,આપના ગઢને ધ્વસ્ત કરવા તૈયારી

લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત આવશે. રાહુલ ગાંધીનો ૨૩ માર્ચના રોજ ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે. તેઓ પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરશે. તેમજ આદિવાસી સમાજના લોકો સાથે ખાસ સંવાદ કરશે. રાહુલ ગાંધી એવા સમયે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે, જ્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશીંગું ફૂંકાયું છે. ચૂંટણીની તારીખ જાહેર થવામાં માત્ર થોડા દિવસો બાકી છે. અને ૨૫ માર્ચે વિધાનસભા સત્ર પૂરું થઈ રહ્યું છે. તેના બાદ ૨૬ માર્ચના રોજ ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના શિડ્યુલ અંગે જાહેરાત થઈ શક છે.

ગુજરાતમાં વર્ષ ૨૦૨૧ માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીએ શાનદાર એન્ટ્રી કરી હતી. જેના બાદથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પાંયો નંખાયો હતો.

ગુજરાતમાં લાંબા સમયથી કોંગ્રેસ સત્તાની બહાર છે. તેમજ મધ્ય ગુજરાતમાં આદિવાસીઓની સંખ્યા પણ વધારે છે. જેમાં છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, નર્મદા જેવા વિસ્તારો પ્રમુખ છે. કોંગ્રેસ વર્ષ ૨૦૨૭ ની ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવા માટે ‘સંગઠન સૃજન અભિયાન’ થકી રાજ્યમાં નવી કોંગ્રેસ બનાવી છે. કોંગ્રેસના નવા સંગઠન બાદ મ્યુનિસિપલ અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પહેલીવાર ચૂંટણી પરીક્ષા થશે.

વડોદરા શહેરની કમાન ઋત્વિક જાશીના હાથમાં છે. તેને નવી બોડીમાં બીજીવાર પ્રમુખપદે યથાવત રખાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાહુલ ગાંધીની મુલાકાતમાં પાર્ટીની આદિવાસી વિંગના મોટા પદાધિકારીઓ પણ સાથે રહેશે.

કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ શહેર અને પ્રદેશની ટીમે તૈયારીઓ આરંભી દીધી છે. બીજી ચર્ચા એ પણ છે કે, સચીન પાયલટને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવી શકે છે. તેઓ પહેલા રાજસ્થાનના નેતા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રહી ચૂક્્યા છે. રાહુલા ગાંધીની આ મુલાકાતને મહત્વની ગણવામાં આવી રહી છે. કારણ કે, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ બહુ ઓછા ગાળામાં આદિવાસી બેલ્ટમાં પોતાની પકડ મજબૂત બની છે. તેથી કોંગ્રેસ માટે આ એક મોટો પડકાર પણ છે.

પાલનપુર શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી નવા શહેર કોંગ્રેસ પ્રમુખની વરણીને લઈ વિરોધ વ્યક્ત કર્યો છે. નવા નિમાયેલા શહેર પ્રમુખ કૌશલ પટેલને લઈ વિરોધ કર્યો. જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ પોતાની મનમાની ચલાવતા હોવાના આક્ષેપ કર્યો. કોંગ્રેસના આગેવાનો અને ૭૦ જેટલા કાર્યકરોએ વિરોધ દર્શાવીને જા આ નિમણૂંક રદ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ માથી રાજીનામા આપીશું અને કોંગ્રેસ કાર્યાલયને તાળા મારીશું તેવી ચીમકી આપી છે. પાર્ટીના સભ્ય ન હોવા છતાં કૌશલ પટેલની નિમણૂંકને લઈ વિરોધ કરાયો, તેમજ પેરાશૂટ ઉમેદવાર ઉતાર્યો હોવાના કોંગ્રેસી આગેવાનોના આરોપ છે. તો આ વિરોધને લઇ નવા પ્રમુખ કૌશલ પટેલનું નિવેદન આવ્યું છે. તેઓએ કહ્યું કે, ગણ્યા ગાંઠ્યા લોકો વિરોધ કરે છે. હું પાયાનો કાર્યકર છું. હું ફોટા પડાવવવાળો પ્રમુખ નથી, એટલે પેરાશુટ શબ્દ વાપર્યો છે.