GPSCની પરીક્ષામાં પંચમહાલ જીલ્લામાં ૧૬૫૯ ઉમેદવારો ૪ મુખ્ય પરીક્ષા કેન્દ્ર અને ૭ પેટા કેન્દ્ર ખાતે આયોજન કરાયું

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આજે સંયુક્ત સામાન્ય અભ્યાસ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જીલ્લામાં આ પરીક્ષા માટે ૧૬૫૯ ઉમેદવારોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આયોગ દ્વારા વિવિધ ભરતી જાહેરાતો અંતર્ગત કુલ ચાર અલગ-અલગ જાહેરાતોની સંયુક્ત પરીક્ષા લેવામાં આવી હતી. પંચમહાલ જીલ્લામાં ૧૬૫૯ ઉમેદવારો માટે ૪ મુખ્ય પરીક્ષા કેન્દ્રો અને તેના ૭ પેટા કેન્દ્રો ખાતે સુવ્યવસ્થિત આયોજન કરાયું હતું.

ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોલીસ વિભાગ દ્વારા વિશેષ ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રો આસપાસ સુચા‚ વાહન વ્યવહાર માટે જ‚રી ટ્રાફિક નિયમન પણ અમલમાં મુકાયું હતું. પરીક્ષા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ માહોલમાં સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગે તમામ જ‚રી તૈયારીઓ કરી હતી. પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થાની પણ ખાસ તકેદારી રાખવામાં આવી હતી.

જીલ્લા તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા જણાવાયું હતું કે,ૠઙજઈની આ મહત્વપૂર્ણ પરીક્ષા સમગ્ર જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી.