ગોવા ક્લબ આગ ઘટના: ૨૦૨૪ માં સમાપ્ત થયેલા ટ્રેડ લાઇસન્સ પર વહીવટીતંત્ર મૌન

ઉત્તર ગોવાના આર્પોરામાં ’બિર્ચ બાય રોમિયો લેન’ ક્લબમાં લાગેલી આગ અંગે ચાર સભ્યોનો મેજિસ્ટ્રેટ તપાસ અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. તપાસમાં સ્થાનિક પંચાયત, ગોવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગોવા કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી ગંભીર બેદરકારી બહાર આવી છે. અહેવાલ મુજબ, સ્થાનિક પંચાયતને ક્લબના સંચાલન માટે પ્રાથમિક જવાબદારી સોંપવામાં આવી હતી. ટ્રેડ લાઇસન્સ માર્ચ ૨૦૨૪ માં સમાપ્ત થઈ ગયું હતું, છતાં પંચાયતે ન તો પરિસરને સીલ કર્યું કે ન તો કામગીરી બંધ કરી. પંચાયતે તોડી પાડવાનો આદેશ આપ્યો પરંતુ સ્ટે લાદવામાં આવે તે પહેલાં ઉપલબ્ધ સમયની અંદર કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઈ.

તપાસમાં જાણવા મળ્યું કે ક્લબ જે મિલક્ત પર કાર્યરત હતી તે ૧૯૯૬ થી અસ્તિત્વમાં હતી અને તેમાં અગાઉ બે રેસ્ટોરન્ટ હતા. તપાસમાં પ્રણાલીગત નિષ્ફળતાઓ બહાર આવી જે વર્ષોથી ચાલુ રહી હતી. ન્યાયિક પંચની તપાસમાં એ પણ બહાર આવ્યું કે બાંધકામ ઇકો-સેન્સિટિવ ઝોન/સોલ્ટ પેન વિસ્તારમાં કરવામાં આવ્યું હતું, અને બાંધકામ ઓક્યુપન્સી સટફિકેટ વિના કરવામાં આવ્યું હતું.

તપાસના તારણો એક મોટો પ્રશ્ર્ન ઉભા કરે છે: ફરિયાદો છતાં પંચાયતે નો ઓબ્જેક્શન સટફિકેટ કેવી રીતે જારી કર્યા. ક્લબને ટ્રેડ, એક્સાઇઝ, ફૂડ સેટી લાઇસન્સ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી પરવાનગી મળી હતી. પંચાયત અને સરકારી વિભાગો દ્વારા ક્લબ માટે અલગ-અલગ ર્દ્ગંઝ્ર જારી કરવામાં આવ્યા હતા. ગોવા કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી પણ તપાસ હેઠળ છે.

કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના ઉલ્લંઘન અને ગેરકાયદેસર બાંધકામ અંગે બે લેખિત ફરિયાદો મળી હતી. તેમ છતાં, કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હતી. મેજિસ્ટ્રેટ રિપોર્ટમાં વહીવટી બેદરકારી અને મિલીભગતના સ્તરો ખુલ્લા પાડવામાં આવ્યા છે. ૬ ડિસેમ્બરના રોજ, અરપોરા ગામમાં એક નાઈટક્લબમાં આગ લાગી હતી, જેમાં ૨૫ લોકો માર્યા ગયા હતા.