ગોધરા તાલુકાના મોટી કાંટડી પેટે ધામણી ગામે ટ્રકની અડફેટે પટકાયેલા બાઈક ચાલક યુવાનનુ ધટના સ્થળે મોત નીપજયું હતુ.
ગોધરા તાલુકાના ભાથીજી મંદિર ફળિયામાં રહેતા કાંતિભાઈ મગનભાઈ ચોૈહાણે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ હતુ કે, તા.10 જાન્યુઆરીના રોજ તેઓના 30 વર્ષનો ભત્રીજો વિજય ચોૈહાણ ઉદલપુરથી બાઈક લઈ ધરે આવી રહ્યો હતો. વિજય ચોૈહાણ પોતાનો ચણા-પુલાવનો વેપાર કરી ધરે આવી રહ્યો હતો જે દરમિયાન મોટી કાંટડી પેટે ધામણી ગામ પાસે આવેલી સર્વોદય હોટેલ નજીક રસ્તે પસાર થતાં ટ્રક ચાલકે બાઈક ચાલક યુવાનને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં ટ્રકની ટકકર વાગતા વિજય ચોૈહાણ ઉછળીને બાઈક પરથી રોડ પર પડ્યો હતો. જે બાદ ટ્રકના તોતિંગ વ્હિલ ફરી વળતા વિજયનુ શરીર બે ભાગમાં વહેંચાઈ જતાં ધટના સ્થળે મોત નીપજયું હતુ. બીજી તરફ અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનુ વાહન મુકી ફરાર થઈ ગયો હતો. સમગ્ર માામલે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.