ગોધરા સબ જેલમાં પશુધારાના ગુના આરોપીની આર્થિક સ્થિતીને ધ્યાન સખી એન.જી.ઓ. દ્વારા મદદ આરોપીને જેલ માંથી મુકત કરાવ્યો

ગોધરા સબ જેલ માં કાચા કામ ના આરોપી નામે અરવિંદ મણીલાલ નાયક કે જેઓ સે.કે.નં-૬૭/૨૦૨૪ પશુધારાના ગુનામાં તા.૦૨/૦૧/૨૦૨૬ના રોજ જેલમાં દાખલ થયેલ હતો. મજકુર આરોપીની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેઓ પોતાનો પ્રાઇવેટ વકીલ રાખવાની પણ શક્તિ ન હોવાથી તથા મજકુર આરોપીના ઘરમા કમાનાર એક જણ તથા ત્રણ નાના બાળકો હોવાથી આવા આર્થિક રીતે નબળા આરોપીઓને સરકાર દ્વારા સરકારી રાહે વકીલ ફાળવવામા આવે છે. જે અંગે ગોધરા સબ જેલ તરફથી જરુરી ઘટતી કાર્યવાહી કરી સરકારી વકીલની ફાળવણી કરવામા આવેલ હતી. આ આરોપીની સરકારી વકીલ દ્વારા નામદાર કોર્ટમા જામીન અરજી દાખલ કરતા નામદાર કોર્ટ તરફ થી જામીન મંજુર કરવામાં આવેલ હતા. પરંતુ જામીનની શરતો મુજબ રુ.૩૦૦૦૦ન રોકડાના તથા જામીન રજુ કરવાની શરતો ને આધીન જામીન અરજી મંજુર કરેલ હોય પરંતુ ઉપરોક્ત આરોપીના સંગા વહાલા તથા અન્ય કોઇ મિત્રો જામીન માટેના નાણા ભરવા તૈયાર ન તથા જેલ પ્રશાસન અને DLSA દ્વારા સરકારી રાહે જામીનની રકમ ભરવા જરૂરી કાર્યવાહી કરવામા આવેલ હતી. પરંતુ આરોપીની સામાજીક આર્થિક અને કુટુબિક સમસ્યાને ધ્યાને રાખીને જેલ પ્રશાસન દ્વારા NGO દ્વારા ઉપરોક્ત જામીન માટે નાણાની વ્યવસ્થા કરવામા આવેલ અને સરકારી વકીલ મારફતે જરુરી નામદાર કોર્ટની પ્રોસીજર કરી આ આરોપી જેલમાંથી મુક્ત કરવામાં આવેલ હતો. ગોધરા જેલ પ્રશાસન દ્વારા ફરી કોઇપણ ગુન્હામાં જેલમાં નહી આવે તેની ખાતરી લેવામાં આવેલ હતી.