
પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) લાંબા સમયથી ફરાર બે વોન્ટેડ આરોપીઓને પકડ્યા છે. આ આરોપીઓ બે અલગ-અલગ ગુનામાં વોન્ટેડ હતા.
પ્રથમ કેસમાં, ગોધરા શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2010માં નોંધાયેલા અકસ્માતના ગુનામાં છેલ્લા 16 વર્ષથી ફરાર આરોપી અબ્દુલરસીદ અબ્દુલગની બુખારીને LCBએ પકડ્યો છે. LCBની ટીમે ચોક્કસ બાતમીના આધારે ગોધરાના લાલબાગ બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો.

બીજા કેસમાં, ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જુગારના ગુનામાં છેલ્લા ૨ વર્ષથી ફરાર આરોપી ગોરધનભાઈ ઉર્ફે લાલો પરસોત્તમદાસ કલવાણીને પણ કઈઇએ પકડ્યો છે. પોલીસે બાતમીના આધારે ગોધરાના બહારપુરા વિસ્તારમાંથી આ આરોપીને ઝડપી પાડ્યો હતો.
બંને આરોપીઓને પકડ્યા પછી, તેમને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા શહેર અ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.