ગોધરા-વડોદરા હાઈવે ખડકી પાસે રોડક્રોસ કરતા આધેડને બાઈક અડફેટમાં લેતા ઈજાઓ સારવાર દરમિયાન મોત

ગોધરા-વડોદરા હાઈવે રોડ ઉપર ખડકી ગામ પાસે રોડક્રોસ કરતાં ૫૦ વર્ષીય આધેડને અડફેટમાં લેતા ગંભીર ઈજાઓ પહોૅચી હતી. સારવાર અર્થે ગોધરા સિવિલમાં ખસેડતા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું.

ગોધરા-વડોદરા હાઈવે રોડ ઉપર ખડકી ગામ પાસે રયજીભાઇ શંકરભાઈ પટેલ ઉ.વ.૫૦ રોડક્રોસ કરી રહ્યા હતા. ત્યારે રોડ ઉપર આવતી બાઈકના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારીને રયજીભાઈને અડફેટમાં લીધા હતા. જેને લઈ ગંભીર ઈજાઓ પહોંેચી હતી. તેઓને દવા સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોધાવા પામી છે.