ગોધરા તાલુકાના ચુંદડી ગામે આઈસર ટ્રકમાં પ્લાસ્ટીક કચરાની આડમાં લઈ જવાતો રૂા.3.25 લાખના દારૂ સાથે બે ઈસમોને એલ.સી. બી.એ ઝડપ્યા

ગોધરા તાલુકાના ચુંદડી ગામે હાઈવે રોડ ઉપર આવેલ બસ સ્ટેશન પાસે એલ.સી.બી. પોલીસને બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી આઈસર નંબર એમ.એચ.15. એફ.વી. 6716ને રોકી હતી. ચેકીંગ કરતા પ્લાસ્ટીકના ભુકાના કચરા નીચે સંતાડી લઇ જવાતો બીયર ટીન તથા કવાટરીયા પેટીઓ નંગ-419 મળી કુલ રૂા.32,25,096/-નો દારૂ, મોબાઈલ ટ્રેક મળી કુલ રૂા.43,31,096/-ના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યો છે.

ગોધરા તાલુકાના ચુંદડી ગામે હાઈવે રોડ ઉપર બસ સ્ટેન્ડ પાસે એલ.સી.બી.પોલીસને મળેલ બાતમીના આધારે નાકાબંધી ગોઠવી હતી અને બાતમીવાળી આઈસર ટ્રક નંબર એમ.એચ.15.એફ.વી.6716ને રોકી હતી. આઈસર ટ્રકમાં તપાસ કરતાં પ્લાસ્ટીકના ભુકાનો કચરો ભરેલ મીણીયા થેલા નંગ-50ની આડમાં લઈ જવાતો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપ્યો હતો. ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ બીયર ટીન તથા કવાટરીયા પેટીઓ નંગ-419 નંગ-10536 કિંમત રૂા.32,25,096/-નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ મોબાઈલ ફોન, આઈસર ટ્રક મળી કુલ રૂા.42,31,096/-નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો અને દારૂના જથ્થા સાથે રાજેશ કમલ રાવત (રહે. રામુખેડી,તા. ખુડેલજી, ઈન્દોર), દિલીપ કમલ રાવત (રહે. રામુખેડી)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.