ઈરાન-અમેરિકન યુદ્ધવિરામ વાટાઘાટોમાં પ્રગતિના સંકેતો, નેતન્યાહૂએ લેબનોન સાથે વાટાઘાટોને મંજૂરી આપી

ઈરાની અને અમેરિકન વાટાઘાટકારો શુક્રવારે ઇસ્લામાબાદમાં ઉચ્ચ-સ્તરીય વાટાઘાટો માટે તૈયારી કરી રહ્યા છે, જે શનિવારથી શરૂ થવાની છે. બંને પક્ષો યુદ્ધવિરામને સ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે ઇઝરાયલી-હિઝબુલ્લાહના આદાનપ્રદાન અને હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનના નિયંત્રણને કારણે ખોરવાઈ રહી છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ વોશિંગ્ટનથી રવાના થવાના હતા, જ્યારે ઈરાન હજુ પણ તેમની ટીમ વિશે મૌન છે. ઈરાન વોશિંગ્ટન પર લેબનોનમાં ઈઝરાયલી હુમલાઓ રોકવા માટે દબાણ કરી રહ્યું છે. દરમિયાન, ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ લેબનોન સાથે વાટાઘાટોને મંજૂરી આપ્યા બાદ ઈરાન-યુએસ યુદ્ધવિરામ વાટાઘાટો આગળ વધવા લાગી છે.આઇડીએફ દાવો કરે છે કે હિઝબુલ્લાહે ઈઝરાયલને યુદ્ધવિરામ માટે અપીલ કરી છે.

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની નજીકની અર્ધ-સત્તાવાર તસ્નીમ ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો હતો કે જા આવું નહીં થાય, તો વાટાઘાટો “સ્થગિત” કરવામાં આવશે. દરમિયાન, કુવૈતે કહ્યું કે ગુરુવારે રાત્રે તેના પર ડ્રોન હુમલો થયો હતો, જેનો તેણે ઈરાન અને પ્રાદેશિક લશ્કરી જૂથો પર આરોપ મૂક્્યો હતો. જાકે ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડે કોઈપણ હુમલાનો ઇનકાર કર્યો હતો, તેણે અગાઉ મધ્ય પૂર્વમાં ઘણા હુમલા કર્યા છે જેની જવાબદારી તેણે લીધી નથી. ઈરાન સાથેની વાટાઘાટો ઉપરાંત, ઈઝરાયલ-લેબનોન વાટાઘાટો પણ આવતા અઠવાડિયે વોશિંગ્ટનમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટ ખાતે શરૂ થવાની ધારણા છે, જે મધ્ય પૂર્વમાં યુદ્ધવિરામ પ્રયાસોને વેગ આપી શકે છે. આ માહિતી એક યુએસ અધિકારી અને આયોજનથી પરિચિત વ્યક્તિ દ્વારા આપવામાં આવી હતી, જેમણે આ બાબતની સંવેદનશીલતાને કારણે નામ ન આપવાની શરતે વાત કરી હતી.

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે કહ્યું હતું કે તેમણે લેબનોન સાથે “શક્ય તેટલી વહેલી તકે” સીધી વાતચીતને મંજૂરી આપી છે. આનો ઉદ્દેશ્ય ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ આતંકવાદીઓને નિઃશસ્ત્ર કરવાનો અને બંને પડોશીઓ વચ્ચે સંબંધો સ્થાપિત કરવાનો છે. ઇઝરાયલ અને લેબનોન તકનીકી રીતે ૧૯૪૮ થી યુદ્ધમાં છે. નેતન્યાહૂએ પાછળથી ભાર મુક્યો હતો કે તેમની વચ્ચે કોઈ યુદ્ધવિરામ નથી. ઇઝરાયલની જાહેરાત એવા સમયે આવી હતી જ્યારે તે સ્પષ્ટ નહોતું કે યુદ્ધવિરામ કરારમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે લડાઈ બંધ કરવાનો સમાવેશ થાય છે કે નહીં. એક દિવસ પહેલા, ઇઝરાયલે બેરૂત પર ભારે હવાઈ હુમલા શરૂ કર્યા હતા, જે ૨૮ ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા પછી લેબનોનનો સૌથી ઘાતક દિવસ હતો.

વોશિંગ્ટનમાં યોજાનારી આ વાટાઘાટોનું નેતૃત્વ યુએસ તરફથી લેબનોનમાં યુએસ રાજદૂત મિશેલ ઇસા અને યુએસમાં ઇઝરાયલી રાજદૂત યેચીલ લાઇટર કરશે. શુક્રવાર સવાર સુધી લેબનીઝ સરકાર તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો, અને લેબનોનનું પ્રતિનિધિત્વ કોણ કરશે તે સ્પષ્ટ નહોતું. આ વાટાઘાટોનો સમય અને સ્થાન સૌપ્રથમ એક્સિઓસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. યુદ્ધવિરામની જાહેરાત સાથે વિજયનો દાવો કર્યા પછી, બંને દેશો એકબીજા પર દબાણ લાવી રહ્યા છે.

ઈરાનની અર્ધ-સત્તાવાર એજન્સીઓએ સંકેત આપ્યો હતો કે ઈરાની દળોએ હોર્મુઝ સ્ટ્રેટમાં ખાણો બિછાવી હતી, જે એક મહત્વપૂર્ણ તેલ જળમાર્ગ છે જેને તેહરાને બંધ કરી દીધો છે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જા ઈરાન કરારનું પાલન નહીં કરે તો યુએસ દળો ઈરાન પર વધુ મજબૂત હુમલો કરશે. ગુરુવારે મોડી રાત્રે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામની અસરકારકતા પર શંકા વ્યક્ત કરતા તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, “ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલ પસાર થવા દેવાનું ખૂબ જ ખરાબ, કેટલાક અપ્રમાણિક, કામ કરી રહ્યું છે.

દરમિયાન ઇરાન અમેરિકા શાંતિ વાર્તા માટે ઉપરાષ્ટ્રપતિ જે ડી વેંસ ઇસ્લામાબાદ માટે રવાના થયા છે.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી નજીકના તે સભ્યને યુધ્ધનો ઉકેલ કાઢવા અને ઇરાનની પુરી સભ્યતાને મિટાવવાની ચોંકાવનારી ધમકી ટાળવાની જવાબદારી સોંપી છે જે આ ઇરાન સંધર્ષના સૈથી અનિચ્છુક સમર્થક રહ્યાં છે વેંસ વિદેશી લશ્કરી હસ્તક્ષેપ પ્રત્યે લાંબા સમયથી સંશયવાદી રહ્યાં અને જાહેરમાં સંઘર્ષામાં સૈનિક મોકલવાની સંભાવના પર ખુલ્લેઆમ બોલતા રહ્યાં છે જે ડી વેંસ ઇસ્લામાબાદમાં ઇરાનની સાથે પાકિસ્તાનની મધ્યસ્થતામાં વાતચીતનું નેતૃત્લ કરવા શુક્રવારે રવાના થઇ ચુકયા છે જયારે ઇરાન તરફથી પ્રતિનિધિત્વને લઇ હજુ સુધી કોઇ માહિતી સામે આવી નથી

યુધ્ધ વિરામ પર વાર્તા એવા સમયે થઇ રહી છે જયારે ઇરાન અને અમેરિકાની વચ્ચે યુધ્ધવિરામ પહેલા જ નબળુ ચાલી રહ્યું છે તેનું કારણ સ્પષ્ટ છે કે ઇઝરાયેલ સતત લેબનાનમાં હિઝબુલ્લાહને નિશાન બનાવી રહ્યું છે અને બદલામાં ઇરાનના હોર્મુજને ફરીથી બંધ કરી દેવામાં આવ્યું છે.ઇરાનનું કહેવું હતું કે સમજૂતિમાં લેબનાન પણ સામેલ હતું પરંતુ અમેરિકા અને ઇઝરાયેલે લેબનાનને સમજૂતિમાં શામેલ કરવાનો ઇન્કાર કરી દીધો છે.આથી યુધ્ધવિરામ પર આશંકાના વાદળ પહેલા જ છવાયેલા રહ્યાં છે આવામાં ઇરાનથી અમેરિકાની સાથે વાર્તામાં પ્રતિનિધિત્વ માટે કોઇ ઇસ્લામાબાદ પહોંચશે કે નહીં તે પણ હજુ સ્પષ્ટ નથી