દે.બારીયા તાલુકામાં સીજનનો હાલ સુધીમાં વરસાદ ૩૧૬.૧૬ એમ.એમ. નોંધાયો છે

દે.બારીયા પંથકમાં હવામાન વિભાગની આગાહીઓ હોવા છતા વરસાદના પધરામણા રીસામણાનો દોર યથાવત રહ્યો છે. દાહોદ જીલ્લામાંઅ ેક સમયે તો હવામાને રેડ એલર્ટ ઉપર મુકયો હતો. તેમ છતાં વરસાદી ઝાપટા પડયા હતા. કંઈક અંશે એક યા બે રાત્રીમાં વરસાદ સારો વરસ્યો હતો. તેના લીધે તાલુકામાં તા.૦૬/૦૭/૨૦૨૬ના ગુરુવાર સુધીમાં માત્ર ૩૧૬ મી.મી. વરસાદ ફલ્ડ કંટ્રોલ ‚મના સત્તાવાર આંકડા પ્રાપ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા પંથકમાં અને આખા જીલ્લામાં દક્ષિણ ગુજરાતના જીલ્લાઓ કરતા ધણો ઓછો વરસાદ નોંધાયો છે. દે.બારીયા મામલતદાર કચેરીના ફલ્ડ કંટ્રોલના ઈન્ચાર્જ નાયબ મામલતદાર ચારેલના જણાવ્યા અનુસાર ૧૨ ઈંચની આસપાસ વરસાદ નોંધાયું છે. ૪૫ થી ૫૦ ઈંચ વરસાદ નોંધાય તો જ સારો વરસાદ કહેવાશે. પાનમ નદીમાં માત્ર એક અથવા બેવાર નવા નીક આવ્યા હશે. આ અલનીનોની અસર વરસાઈ રહી છે. અલ નીનોના કારણે તાપમાનમાં પણ ધટાડો નથી. તાપમાનમાં દિનપ્રતિદિન વધારો થતો જાય છે આને કલાઈમેન્ટ ચેન્જ પણ કહેવામાં આવે તો ખોટું નથી. ખેડુતોના મતઅ નુસાર મકાઈનો પાક થઈ જશે, પરંતુ ડાંગરના પાક માટે વરસાદની મહેરની જ‚ર છે.