દે.બારીયા શહેર માંથી ઓવર લોડીંગ રેતી ભરેલી ટર્બો ટ્રકો પોલીસની નાક તળે પસાર કરવામાં આવે છે ?

દે.બારીયા શહેરનો હાઈવે રોડ બિસ્માર કરનારા તત્વો સામે કોણ પગલા ભરશે ? કોને કહેવૂં હાલના કળીયુગમાં તમામ વેચાઈ ગયા છે. ખાણ અને ખનિજ વિભાગ, રેવન્યુ વિભાગ, જીલ્લા અને તાલુકાનું પોલીસ વિભાગ આ તમામની જવાબદારી છે. તેમ છતાં માત્ર દેખાવ પુરતી નાની ટ્રકોને લાવીને તેના પર એકશનના નાટક બતાવીને સબ સલામતનું બિ‚દ મેળવી લેતા હોય છે. રાજ્યનું ખનિજ ચોરાવામાં આ તમામ વિભાગોનો સાથ એટલા માટે મળે છે. તેમને હપ્તા મળતા હોય છે. તેવું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા શહેર માંથી હાઈવે મેન રોડ ઉપરથી ઓફિસના સમયે આઠ-દશ મોટી ટ્રકોનું કોનવાઈ બનાવીને જીલ્લા ટ્રાફિક પોલીસની ગાડી સામે ઓવર લોડીંગ રેતીની ટ્રકો દશ માંથી એક-બે ટ્રકોના ચાલકો પાસે પરમીટ મળશે, પરંતુ ઓવર લોડીગ તમામ ટ્રકોમાં જોવા મળશે અને ઓવર લોડીંગના બહાનાથી ટ્રાફિક પોલીસનો હપ્તો ટ્રક દીઠ બંધાયેલો હોય છે. તેની તેમની નજરો સામે રેતી ઓવર લોડીગ ભરીને અને તમામ પાણીની તરતું આખા રોડ ઉપર રેલાય છે. તેમ છતાં કોઈ રોકવા માટે તૈયાર નથી. તેમજ રેતી પણ આખા રોડ પર વેરાય છે. તેના કારણે બીજા અન્ય બાઈક સવારોને બાઈક ઉપર પસાર થવામાં મુશ્કેલીઓ વેઠવાનો વારો છે. મોટા ટર્બો ટ્રકોમાં ૬૦ થી ૭૦ ટન રેતી પાનમ તથા ઓસરંગ નદીના પટમાં મોટા મોટા ખાડા ખોદીને ભરાતી હોય છે. કોઈપણ નીતિ નિયમની અમલવારી કરાતી નથી. જેના કારણે નદીના પાણીના સ્ત્રોત ઓછા થતા જાય છે. પશુ-પક્ષીઓની કોઈને પડી નથી. માત્ર પૈસા ભેગા કરવામાં મથેલા છે. આ તમામ વિભાગોના કર્મીઓની ખાતા ઉ૫ર તપાસ બને છે. તેમના મળતીયા અને ધરના મેમ્બરોના બેંક ખાતાઓની તપાસ થાય તો તમામના ગેરકાનૂની બે નંબરના કાળા નાણાં નિકળે તો નવાઈ નહી, પરંતુ આની તપાસ સ્ટેટ વિજીલન્સ વિભાગના દ્વારા કરવામાં આવે તો વાડ ચિભડા ગળતી હોય તો કોને કહેવા જવું તે સ્થાનિકોના સવાલ છે.