
ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર ચૂકવવા અને ડમ્પિંગ સાઇટના મુદ્દે કાયમી ઉકેલ લાવવાની માંગ.
બાલાસિનોર તાલુકામાં ડમ્પિંગ સાઇટના મુદ્દે સ્થાનિક ખેડૂતો અને અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ડમ્પિંગ સાઇટના વિરોધમાં આશરે ૧૩૫ જેટલી અરજીઓ રજૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ અરજદારો મોટી સંખ્યામાં બાલાસિનોર પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને તંત્ર સમક્ષ પોતાની રજૂઆતો કરી હતી.
અરજદારોના જણાવ્યા મુજબ ડમ્પિંગ સાઇટને કારણે ખેડૂતોને નુકસાન સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને પગલે ડમ્પિંગ સાઇટની યોગ્ય તપાસ કરાવી ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ડમ્પિંગ સાઇટના મુદ્દે યોગ્ય તપાસ કરી સ્થાનિક ખેડૂતો અને રહેવાસીઓના હિતમાં જરૂરી કાર્યવાહી કરવા તથા સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરાઈ હતી. મોટી સંખ્યામાં અરજદારો પ્રાંત કચેરી ખાતે પહોંચતા ડમ્પિંગ સાઇટનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
હવે તંત્ર દ્વારા ૧૩૫ જેટલી અરજીઓ અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે અને ખેડૂતોને વળતર અંગે શું નિર્ણય લેવાય છે, તેના પર સૌની નજર છે.