છોટાઉદેપુરના તેજગઢ રેલ્વે ગરનાળાના સળિયા બહાર દેખાતા સમારકામની માંગ

છોટાઉદેપુર તાલુકાના તેજગઢ પાસે આવેલા રેલ્વે ગરનાળા આર.સી.સી.માર્ગ પરથી પસાર થવુ વાહનચાલકો માટે જોખમી બન્યુ છે.

તેજગઢથી ઝોઝ, અછાલા અને ભીલપુર તરફ જતાં મુખ્ય રેલ્વે ગરનાળાના રસ્તા પર લોખંડના મોટા સળિયા બહાર નીકળી જતાં વાહનચાલકોને અકસ્માતની ભિતી સેવાઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ પરથી રોજ ચાર થી પાંચ ગામોના હજારો લોકો અવર જવર કરે છે. ગરનાળા પાસે રોડ પર બે થી દોઢ ફુટ જેટલા મોટા અને ઉંડા ખાડા પડી જતાં બહાર નીકળેલા સળિયાઓને કારણે વાહનચાલકોના ટાયરફ ફાટી જવા અથવા વાહન ચાલકોનુ સંતુલન બગડવાથી અકસ્માતની ભિતી સેવાઈ રહી છે. અંધારાના સમયે કે ચોમાસાની ઋતુમાં રસ્તા પરથી પસાર થવુ બાઈક ચાલક માટે જીવના જોખમ સમાન બની ગયુ છે. સ્થાનિક પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે સ્થાનિક રહિશો અને વાહનચાલકોએ વહીવટી તંત્ર તેમજ સંબંધિત વિભાગ સામે ભારે રોષ વ્યકત કર્યો છે.