છોટાઉદેપુર જીલ્લામાં ધામસિયા થી તાંદલજા ને.હા.ના કામ માટે 1500 વૃક્ષો કપાશે

છોટાઉદેપુર જીલ્લાના નસવાડી નજીકથી નેશનલ હાઇવે નંબર 56 પસાર થાય છે. જે હાઇવે રોડમાં નસવાડીના ધામસિયાથી બોડેલીના જબુગામ સુધી નવીન ફોર લેન રોડ બનવાનો છે. તેની કામગીરીમાં નસવાડી પરિક્ષેત્ર વન વિભાગની હદમાં રોડની બન્ને બાજુના વૃક્ષ આવતા હોઇ નસવાડી પરિક્ષેત્ર વન કચેરીમાંથી મળતી માહિતી મુજબ હાઇવે રોડની પોહળાઈનું કામ ચાલુ છે.

જે કામગીરી દરમ્યાન અંદાજીત 1500થી વધુ વૃક્ષનું કટિંગ કરાઈ રહ્યું છે. જે વૃક્ષ કટિંગ કર્યા બાદ હેરળ નદી પાસે ખુલ્લી જગ્યાએ લાકડાના અલગ અલગ વકલ પાડી સ્ટોર કરાઈ રહ્યા છે. જે વૃક્ષની પછી હરાજી કરવામાં આવશે. હાલ તો વિકાસ લક્ષી રોડની કામગીરીમાં મસમોટા વૃક્ષ કામગીરી કરનાર એજન્સી પૂર ઝડપે વૃક્ષને જળ મૂડમાંથી કાઢી રહી છે. કેટલાક પર્યાવરણ પ્રેમીઓ હજારો વૃક્ષ કટિંગ કરાયા હોય દુ:ખ પણ વ્યક્ત કરી રહ્યા છે.

તો જે વન વિભાગ વર્ષોથી વૃક્ષના ઉછેર કરી મસ્ત કર્યા એજ વૃક્ષ મૂડમાંથી કટિંગ કરી નખાયા હોય તેઓ પણ શું કરે હવે ફોર લેન હાઇવે રોડ બની ગયા પછી ફરી વૃક્ષનું વાવેતર કરાશે અને ફરી વૃક્ષ ઉગાડવામાં ખર્ચો કરાશે. નસવાડીના ધામસિયાથી તાંદલજા નેશનલ હાઇવેની કામગીરીને લઈ 1500થી વધુ વૃક્ષનું કંટીંગ હેરળ નદી પાસે ખુલી જગ્યાએ કટિંગ વૃક્ષ લાકડા ભેગા કરાયા છે.