ચા પીવડાવીને એક વ્યક્તિ દ્વારા જંગલમાં લઈ જવામાં આવ્યા બાદ ૧૦ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ચા પીવડાવીને એક વ્યક્તિ દ્વારા જંગલમાં લલચાવીને ૧૦ વર્ષની બાળકી પર ક્રૂર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. મધ્ય દિલ્હીના પ્રસાદ નગર પોલીસ સ્ટેશને ૧૨ કલાકની અંદૃર માસૂમ બાળકી પર થયેલા જાતીય શોષણનો કેસ ઉકેલી નાખ્યો છે. પોલીસે આરોપી ઈ-રિક્ષા ચાલકની ધરપકડ કરી છે, જેણે છોકરીને ચાની લાલચ આપીને ગુનો કર્યો હતો. ચાલો આ ઘટના વિશે વધુ જાણીએ.

આ ઘટના અંગે ડીસીપીએ જણાવ્યું હતું કે, “૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ, હોસ્પિટલ તરફથી માહિતી મળી હતી કે ૧૦ વર્ષની બાળકી પર જાતીય હુમલો થયો છે. છોકરીએ જણાવ્યું હતું કે ૧૦ જાન્યુઆરીના બપોરે, બી.એલ. કપૂર હોસ્પિટલ નજીક એક અજાણ્યા ઈ-રિક્ષા ચાલકે તેને ચાની લાલચ આપી હતી. ત્યારબાદૃ આરોપી તેને એકાંત, જંગલવાળા વિસ્તારમાં લઈ ગયો, જ્યાં તેણે વાદૃળી ‚મમાં તેના પર ક્રૂર હુમલો કર્યો. છોકરીએ િંહમત બતાવીને, આરોપીના દૃેખાવનું વર્ણન કર્યું અને તેની લાલ ઈ-રિક્ષા (સફેદૃ છતવાળી) પોલીસને ઓળખાવી.”

ડીસીપીએ જણાવ્યું, “કેસ નોંધાયા પછી, પ્રસાદૃ નગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જની આગેવાની હેઠળની પોલીસ ટીમે આશરે ૨૦ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં તપાસ કરી અને ૨૨ અલગ અલગ સ્થળોએ શોધખોળ કરી. પોલીસને રામનાથ વિજય માર્ગ નજીક છોકરીના ચંપલ મળી આવ્યા, જેનાથી ગુનાના સ્થળની ઓળખ કરવામાં મદૃદૃ મળી. ત્યારબાદૃ, સીસીટીવી ફૂટેજ પોલીસને શંકાસ્પદ વ્યક્તિની ઇ-રિક્ષા સુધી લઈ ગયા.”

ડીસીપીએ જણાવ્યું, “પોલીસે ઘણા ઇ-રિક્ષા સ્ટેન્ડ પર દૃરોડા પાડ્યા અને અંતે રાજેન્દ્ર પ્લેસ પેટ્રોલ પંપ પાસે ૨૫ વર્ષીય દૃુર્ગેશની ધરપકડ કરી. દૃુર્ગેશ મૂળ ઉત્તર પ્રદૃેશના ફરુખાબાદૃનો રહેવાસી છે. પોલીસે લોહીથી ખરડાયેલા કપડાં અને ગુનામાં વપરાયેલી ઇ-રિક્ષા જપ્ત કરી છે. પોલીસ હાલમાં કેસની તપાસ કરી રહી છે.”