બોડેલી વોર્ડ નં.૧ના રહેણાંક મકાનમાં આગ લાગતા ધરવખરી બળીને ખાખ જાનહાનિ મળી

બોડેલી નગરપાલિકા વોર્ડ નંબર ૧માં આવેલા રહેણાક મકાનમાં શોટ સર્કિટના કારણે આગ લાગતા દોડ ધામ મચી ગઇ હતી. આગ લાગતા વસાહતમાં વસવાટ કરતા ગરીબ પરિવાર ના સભ્યો નો આબાદ બચાવ થયો પરંતુ ઘરમાં રહેલી સાયકલ સહિત ની ઘરવખરી આગમાં લપેટાઈ જતા નુકશાન પહોંચ્યું છે.

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી નગર વિસ્તારમાં વોર્ડ નબર ૧ માં આવેલા વસાહતમાં શનિવારે બપોરે અમજતભાઈ મન્સૂરી ના ઘરમાં ભર બપોરે શોટ સર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.

પ્રાપ્ત મળતી માહિતી મુજબ બોડેલીના વોર્ડ નં ૧માં આવેલા વસાહતના રહેણાંક વિસ્તારમાં રહેતા મન્સૂરી પરિવારના સભ્યો ગરમીના પ્રકોપથી બચવા ઝાડનો સહારો લઈ ઘરની બહાર નિંદ્રાધીન હતા. તે દરમિયાન અચાનક મીટર પાસે સ્પાર્ક થવા ની આશંકા એ જોત જોતામાં આગ લાગતા વસાહતમાં વસવાટ કરતા સ્થાનિકો માં દોડ ધામ મચી જવા પામી હતી ત્યારે શોટ સર્કિટની ઘટના સામે આવતા મકાન માલિકે વોર્ડ નં. ૧ના કોર્પોરેટર રાકેશભાઈ ચાવડાને જાણ કરાઈ હતી. બોડેલીના ફાયર ફાઈટર એ ઘટના સ્થળે દોડી આવી આગ કાબુમા લે તે પહેલાં ઘરવખરી સહિતનો સામાન આગની જ્વાળામાં બળીને ખાખ થઈ ગયો હતો.

જોકે, આ આગની ઘટનામાં જાન હાની થતા ટળી હતી. પરંતુ ઘર ઉપર લગાવેલા મીટર અને વાયરીંગને મોટું નુકસાન પહોંચ્યું છે. જેથી સ્થાનિકોએ વિભાગને તપાસ કરીને મીટર બદલવાની તેમજ સમગ્ર વિસ્તારમાં વીજ સલામતીની તપાસણી કરવા માંગ કરી છે.