બોડેલીના ઊચાપાનના ડુંગરી ફળિયામાં વીજકંપનીના ખેતરોમાં લટકતા વીજ વાયરો જોખમી

બોડેલી તાલુકાના ઊંચાપાન ડુંગરી ફળિયા માં એમ જી વી સી એલની ઘોર બેદરકારી બહાર આવી છે. જેમાં ખેતરમાં વીજ વાયર જોખમી રીતે નમી જતા અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે. ખેતરની ઉપર જોખમી રીતે નમી ગયેલા વીજ વાયરોથી ખેડૂતોમાં અકસ્માતનો ભય રહે છે.

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના ઊંચાપાન ડુંગરી ફળિયા વિસ્તારમાં આવેલા રાઠવા બચુભાઈ ચીમરાભાઈ ના ખેતરમાં વિજ વાયરો નમી જવાને પગલે તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ પરિણામ ન આવતા ખેડૂતો માં રોષ ફેલાયો છે.

બોડેલી તાલુકાના ઊંચાપાન ડુંગરી ફળિયા માં લાબા સમય થી વીજ વાયરો ખેતર માં નમી પડ્યા હોવાથી ખેતર માં વાવેતર સહિત અન્ય કામ કાજ કરવું પણ ખુબજ મુશ્કેલ બન્યું છે ખેતરની ઉપર જોખમી રીતે નમી ગયા હોવાની ઘટના સામે આવી છે. ખેડૂત ને ખેતરમાંથી પસાર થતા વીજ વાયરો જમીનની નજીક આવી જતા ખેડૂતો અને પશુધન માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે.

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ લાંબા સમયથી વાયર નમી ગયેલા હોવા છતાંએમજીવીસીએલ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલ ખેતીની કામગીરી દરમિયાન ટ્રેક્ટર, કૃષિ સાધનો તેમજ મજૂરો માટે જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જો સમયસર વાયર ઊંચા કરવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

ગ્રામજનોએ એમજીવીસીએલ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરી નમી ગયેલા વીજ વાયરોનું સમારકામ કરવા અને સંભવિત અકસ્માત અટકાવવા માંગ કરી છે. તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.