બોડેલી નગરપાલિકાના વિશ્રામગૃહ સામે આવેલ સ્ટ્રીટલાઈટનો થાંભલો તુટી જતાં ધરાશાઈ

બોડેલીમાં નગરપાલિકાના સ્ટ્રીટલાઈટના થાંભલાની તકલાદી કામગીરી કરાતા ફાઉન્ડેશન બોલ્ટ તુટી જતાં થાંભલો ધરાશાઈ થયો હતો.

બોડેલી વિશ્રામગૃહ સામે નગરપાલિકા દ્વારા ઉભા કરાયેલા સ્ટ્રીટલાઈટના થાંભલાની નબળી કામગીરી સામે આવી છે. ફાઉન્ડેશનમાંથી બોલ્ટ તુટી જતાં થાંભલો નીચે પડી ગયો હતો. સદ્નસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પરંતુ નગરપાલિકાની કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે. સ્થાનિકોના મુજબ વેરાના લાખો ‚પિયા છતાં કામગીરી તકલાદી છે. વીજ પોલનુ ફાઉન્ડેશન ભરતી વખતે ફાઉન્ડેશન બોલ્ટ, સિમેન્ટ-કોંક્રિટ તથા અન્ય સામગ્રીની ગુણવત્તા ચકાસી નહિ હોવાના સવાલો ઉભા થયા છે. અગાઉ પણ આ જ રીતે એક થાંભલો પડવાની ધટના બની હતી. તેને ફરીથી યોગ્ય રીતે મજબુત કરવાને બદલે નીચે પથ્થરો ગોઠવીને ઉભો કરાયો હતો. આવી કામચલાઉ વ્યવસ્થા રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમ બની શકે છે. નાગરિકોએ આ બાબતે સમગ્ર કામગીરીની તટસ્ત તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે પગલા લેવામાં આવે તેમજ કામગીરીની ગુણવત્તા ચકાસવામાં આવે તેવી માંગ કરી છે.