ભથવાડા ટોલ પ્લાઝા ખાતે વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

તા. ૦૫ જૂન ૨૦૨૬ના રોજ ભથવાડા ટોલ પ્લાઝા ખાતે પ્રોજેક્ટ મેનેજર આશિષ સરના માર્ગદર્શન હેઠળ વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં વિશેષ આમંત્રિત મહેમાનો તરીકે દાહોદ RTOના નિલેશ પટેલ, mgvcl ના સંગાડા તથા ખજટના રામ વર્મા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વૃક્ષા રોપણ કરીને પર્યાવરણના સંરક્ષણ અને હરિયાળા ભવિષ્ય માટે સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા તથા તેનું જતન કરવા અપીલ કરી હતી.

કાર્યક્રમમાં પ્રોજેક્ટના અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે સૌએ સ્વચ્છ, હરિયાળું અને ટકાઉ પર્યાવરણ જાળવવા માટે સંકલ્પ લીધો હતો.