મહીસાગર જીલ્લામાં આગામી તા. ૦૩/૦૩/૨૦૨૬ થી તા. ૦૪/૦૩/૨૦૨૬ના રોજ હોળી તથા ધૂળેટી તહેવાર આવનાર છે. જે નિમિત્તે ઉજવણી દરમ્યાન જાહેર જગ્યાઓ, જાહેર માર્ગો ખાતે અવર-જવર કરતા રાહદારીઓ, વાહનો ધ્વારા અવર-જવર કરતા વાહન ચાલકો ઉપર કાદવ, કીચડ તથા રંગમિશ્રિત પાણી, રસાયણ યુકત પ્રવાહી સહિતની અન્ય શારીરિક નુકશાન કારક સાધન સામગ્રી ફેંકી રાહદારીઓને પરેશાન,અડચણ દાયક કૃત્યો આચરવામાં આવે તેવી શકયતાઓ છે. જેથી જાહેર સુલેહ શાંતિનો ભંગ થવાની બખેડો કે હુલ્લડ થવાની સંભાવનાઓ રહે છે. જાહેર સલામતી, લોકોના જાન, સ્વાસ્થય કે સલામતીને થતું જોખમ અટકાવવા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ સી.વી.લટા દ્વારા પ્રતિબંધિત કૃત્યો ફરમાવતું જાહેરનામું બહાર પડાયું.
કોઇપણ શખ્સ જાહેર જગ્યાએ અવર-જવર કરતા રાહદારીઓ, વ્યક્તિઓ ઉપર કે મકાનો તથા મિલ્કતો ઉપર તથા વાહનો ધ્વારા અવર-જવર કરતા મુસાફરો, વ્યક્તિઓ કે વાહનો ઉપર કાદવ, કિચડ, રંગમિશ્રિત પાણી, રસાયણ યુક્ત પ્રવાહી કે અન્ય શારીરિક નુકશાન થાય તેવી બીજી કોઇપણ વસ્તુ/પદાર્થ નાખવા નંખાવવા, હોળી-ધુળેટીના નામે ફંડ ફાળો કે કોઇપણ પ્રકારના નાણાં ઉઘરાવવા, અથવા બીજા કોઇ ઇરાદાથી જાહેર માર્ગ ઉપર અવર- જવર કરતા રાહદારીઓના વાહનો રોકવા, કે તેઓને અડચણ પડે તેવા કોઇપણ કૃત્યો આચરવા.
મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના ઘોડીયાર પુલ નજીક આવેલ મહીસાગર નદીકિનારે, લુણાવાડા તાલુકામાં આવેલ પાનમ ડેમ નદી કિનારે, દેગમડા નજીક મહીસાગર નદીકિનારે, હાડોડ પુલ નજીક મહીસાગર નદીકિનારે, તથા આગરવાડા પુલ નજીક મહીસાગર નદીકિનારે, તથા મહીસાગર જીલ્લામા આવેલ અન્ય તળાવો-જળાશયો વિગેરે જગ્યાએ નાહવા માટે હોળી-ધૂળેટીના દિવસોએ મોટી સંખ્યામાં લોકોનો ધસારો રહે છે.રંગોના ઉત્સવમાં ઉત્સાહના અતિરેકમાં ઘણી વખત દૂર સુધી નાહવા માટે જતા રહેવાથી ડૂબી જવાની ઘટનાઓ બનતી હોય છે. આથી ઉકત સ્થળોએ ડૂબી જવાની અનેક ઘટનાઓ બનતી હોવાથી તા. ૦૩/૦૩/૨૦૨૬ થી તા. ૦૪/૦૩/૨૦૨૬ એમ બે દિવસ સુધી મહીસાગર જીલ્લામાં આવેલ તમામ નદીપટ્ટ તથા તળાવ કિનારે નાહવા તથા અન્ય કામે જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.