
પોર ગામે શીખ ધર્મના પ્રથમ ગુરુ અને સ્થાપક સંત ગુરૂ નાનક દૃેવની ૫૫૭મી જયંતિ એટલે કે ગુરૂપુરબના પાવન અવસરે ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોર ગામે આવેલા ગુરુદ્વારા ખાતે ઉપસ્થિત રહી શ્રદ્ધાભાવપૂર્વક દૃર્શન અને પૂજન-અર્ચન કર્યા હતા. આ દરમિયાન તેમણે પવિત્ર ગુ ગ્રંથ સાહિબ સમક્ષ શીશ ઝુકાવી રાજ્યના નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ, એકતા અને ગુજરાતના અવિરત વિકાસ માટે વિશેષ અરદૃાસ કરી હતી.
ગુરૂ નાનક દૃેવની ૫૫૭મી જન્મજયંતિના પાવન અવસરે પોરના ગુરુદ્વારા ખાતે ભક્તિભાવ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુદ્વારામાં પ્રવેશ કરી પવિત્ર ગુરૂ ગ્રંથ સાહિબના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે શીશ ઝુકાવી રાજ્યના તમામ નાગરિકોના સુખાકારીભર્યા જીવન માટે પ્રાર્થના કરી હતી. ગુજરાતમાં શાંતિ, સામાજિક એકતા, ભાઈચારો અને વિકાસની ગતિ સતત જળવાઈ રહે તેવી ભાવના સાથે તેમણે અરદૃાસ કરી હતી.
આ પ્રસંગે ગુદ્વારા પ્રબંધક સમિતિના મુખ્ય સેવક ગુરુપ્રીતિંસહ ધિલ્લોન તથા પરમજીતકૌર છાબડા દ્વારા મુખ્યમંત્રીનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને ખેસ-સરોપા અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ અમૃતસર સ્થિત સુવર્ણ મંદિૃરની પ્રતિકૃતિ ભેટ સ્વપે અર્પણ કરવામાં આવી હતી. ગુરુદ્વારા પ્રબંધક સમિતિના સભ્યો દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુ નાનક દૃેવએ આપેલા સમાનતા, માનવતા, સેવા, ભાઈચારો અને પરસ્પર પ્રેમના સંદૃેશને યાદ કરી આ પાવન પ્રસંગે ઉપસ્થિત સૌએ ધાર્મિક શ્રદ્ધા વ્યક્ત કરી હતી. શીખ ધર્મમાં સેવા અને સમર્પણનું વિશેષ મહત્ત્વ રહેલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગુદ્વારા ખાતે આયોજિત લંગરમાં ભાગ લીધો હતો. તેમણે શ્રદ્ધાળુઓને પ્રસાદૃનું વિતરણ કરી સેવાકાર્યમાં સહભાગી થયા હતા અને સેવા-ભક્તિની પરંપરાનો લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર પિંસહ ઠાકોર, ધારાસભ્ય રીટાબેન પટેલ, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે સહિતના પદાધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહૃાા હતા. આ ઉપરાંત શીખ સમુદાયના મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનોએ પણ ગુરુ નાનક જયંતિના પવિત્ર પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો.ગુરૂ નાનક જયંતિના અવસરે પોરના ગુરૂદ્વારા ખાતે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં શ્રદ્ધા, સેવા અને ભાઈચારાની ભાવના જોવા મળી હતી. મુખ્યમંત્રીની ઉપસ્થિતિને પગલે શીખ સમાજના આગેવાનો અને શ્રદ્ધાળુઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.