
નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં ઓછા વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. મકાઈ, તુવેર અને કપાસના પાકનો વિકાસ અટકી ગયો છે. ૫૦થી વધુ ગામોમાં પાકને નુકસાન થવાની ભીતિ છે. અંદાજે ૪ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં નુકસાનની શક્યતા છે.
ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. નસવાડી તાલુકાનાં ૨૧૨ ગામોમાં કેનાલ વિસ્તારમાંનાં ગામોને પાણીની સુવિધા મળે છે. મોટા ભાગનો ડુંગરાળ વિસ્તાર વરસાદ આધારિત ખેતી પર નિર્ભર છે. ચોમાસાની શઆત સારી થઈ હતી. ખેડૂતોએ વાવેતર કર્યું હતું. છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતાં ખેતરોમાં મકાઈ, તુવેર અને કપાસના છોડ પીળા પડી સુકાવા લાગ્યા છે.
ખેડૂતોએ વ્યાજે નાણાં લઈ બિયારણ અને ખાતર ખરીદ્યાં હતાં. હવે પાક નિષ્ફળ જવાની ભીતિ છે. ખેડૂતો દેવામાં ડૂબવાની ચિંતામાં છે. નર્મદા નદી નજીક હોવા છતાં ડુંગરાળ વિસ્તારનાં ગામોમાં સિંચાઈની સુવિધા પહોંચી નથી. નર્મદા કેનાલનું પાણી પણ મળતું નથી.
કુપ્પા, પીપળવાળી, ડબ્બા, ખેંદા, છોટીઉંમર અને સાંકડીબારી સહિતનાં ગામોમાં નુકસાનની સ્થિતિ છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેતરોમાં સર્વે થાય. નુકસાનનો અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવે. ખેડૂતોને આર્થિક સહાય મળે. સિંચાઈની સુવિધા પણ પૂરી પાડવામાં આવે. આવી માંગ ઊઠી છે.
ખેતી નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતો ચિંતિત ગત વર્ષની સરખામણીએ ઓછા વરસાદને કારણે મકાઈ, તુવેર અને કપાસ જેવા પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે. મોંઘા બિયારણ, ખાતર અને મજૂરી ખર્ચ કરીને પાક તૈયાર કર્યો, પરંતુ વરસાદ ન પડતાં ખેતીમાં નુકસાન થયું છે. હવે બાળકોને શું ખવડાવવું અને લગ્નપ્રસંગો કેવી રીતે કરવા તેની ચિંતા છે. મજૂરી કરવા સૌરાષ્ટ્ર જવું પડશે કે શું, તેવા સવાલો ઊભા થયા છે. સરકાર સર્વે કરીને સહાય આપે તો સારૂ. લગ્નપ્રસંગ સહિત બધું ખેતી પર નિર્ભર છે, ત્યારે ખેતી નિષ્ફળ જવાની ચિંતા સતાવે છે.:- શામજીભાઈ ડુંગરા ભીલ, ખેડૂત…
ઓછા વરસાદથી મકાઈનાપાકમાં ૯૦% ઘટાડાની ભીતિ ગત વર્ષે અમારા ખેતરમાં ૧૦૦ મણ મકાઈપાકી હતી, જ્યારે આ વર્ષે ૧૦ મણ પણપાકે તો સારૂ. નસવાડીના ડુંગરાળવિસ્તારમાં ઓછા વરસાદને કારણે મકાઈ,કપાસ, તુવેર સહિતના પાકનો ગ્રોથ અટકીગયો છે. મકાઈના છોડ સુકાઈ ગયાહોવાથી ગત વર્ષની સરખામણીએ ૯૦ ટકાઓછું ઉત્પાદન થવાની ભીતિ છે. કપાસનાછોડમાં હવે જે કપાસ ઉગે તે ખરો.સિંચાઈની સુવિધા ન હોવાથી ૫૦થી વધુગામોમાં પાક સુકાવાના આરે છે. નર્મદાનદી નજીક હોવા છતાં સરકાર દ્વારાપાણીની સુવિધા આપવામાં આવી નથી.સરકાર તાત્કાલિક સર્વે કરાવી આ અંગેધ્યાન આપે.:- નારજીભાઈ ડુંગરાભીલ, ખેડૂત, ડબ્બા…