
વાવ-થરાદ જિલ્લામાં સંબંધોને શર્મસાર કરતી એક ચોંકાવનારી હત્યાનો ભેદ ઉકેલાયો છે. સુઈગામ તાલુકાના લીંબૂણી ગામના ૨૦ વર્ષીય અમુ ઉર્ફે અમીરામ ઠાકોરની વાવ-ભાખરી રોડ પર પથ્થર મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ૧૯ સપ્ટેમ્બરની રાત્રે બનેલી આ ઘટનામાં ૨૦ સપ્ટેમ્બરની વહેલી સવારે યુવકનો મૃતદેહ મળી આવતાં પોલીસ દોડતી થઈ હતી.
જાકે, પોલીસ તપાસમાં હત્યા પાછળનું કારણ સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે નરસિંહ ઉર્ફે નરેશ ઠાકોરની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીની પત્ની અને મૃતક વચ્ચે આડા સંબંધ હોવાની આશંકા હત્યા પાછળનું કારણ હોવાનું સામે આવ્યું છે. વાવ-થરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના લીંબૂણી ગામના ૨૦ વર્ષીય અમુ ઉર્ફે અમીરામ ઠાકોરની હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે.
ગત ૧૯ સપ્ટેમ્બરની રાત્રે વાવ-ભાખરી રોડ પર પથ્થર મારીને યુવકની હત્યા કરવામાં આવી હતી. બીજા દિવસે એટલે કે ૨૦ સપ્ટેમ્બરની વહેલી સવારે રસ્તા પરથી પસાર થતા લોકોની નજર યુવકના મૃતદેહ પર પડતાં ઘટનાનો પર્દાફાશ થયો હતો. જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હત્યાનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી હતી. આ મામલે મૃતકના પિતાએ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં નરસિંહ ઉર્ફે નરેશ ઠાકોરનું નામ સામે આવ્યું હતું.પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં મે આવેલી વિગતો મુજબ, આરોપીની પત્ની અને મૃતક વચ્ચે આડા સંબંધ હોવાની આશંકાને લઈને વિવાદ ઊભો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ જ આશંકા હત્યા પાછળનું કારણ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
જાકે, ઘટનાની ચોક્કસ હકીકત, હત્યા પાછળના સંજાગો અને અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. માત્ર ૨૦ વર્ષની ઉંમરે યુવકની હત્યા થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે, જ્યારે આ ચકચારી બનાવે સમગ્ર પંથકમાં અનેક સવાલો ઊભા કર્યા છે. હાલમાં વાવ પોલીસ આરોપીની ધરપકડ બાદ વધુ તપાસ કરી રહી છે.