શહેરા અને મોરવા(હ)માં દશેરા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

શહેરા અને મોરવા હડફ સહિત સમગ્ર જીલ્લામાં દશેરા પર્વની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ દિવસે નવા વાહનોની ખરીદીનો વિશેષ મહિમા હોવાથી લોકોએ ધૂમ ખરીદી કરી હતી, ત્યારે એક શોરૂમ સંચાલક દ્વારા ગ્રાહકોને ફ્રી હેલ્મેટ આપી અનોખી માર્ગ સુરક્ષાની પહેલ કરવામાં આવી હતી.

શહેરા અને મોરવા હડફ સહિત સમગ્ર જીલ્લામાં દશેરા પર્વની ઉજવણી જીલ્લાવાસીઓએ ધામધૂમપૂર્વક કરી હતી. જ્યારે દશેરા પર્વના દિવસે નવી વસ્તુ ખરીદી કરવા માટે શુભ હોય છે. ત્યારે તાલુકા મથક ખાતે આવેલ ગુ‚કૃપા બાઈકના શો રૂમ સહિત અન્ય ફોર વ્હીલર અને ટુ વ્હીલર શો રૂમમાં નવા વાહનોની ખરીદી કરતા લોકો જોવા મળી રહ્યા હતા. નવા વાહનોના ભાવમાં વધારો થયો હોવા સાથે પોતાના શોખ પૂરા કરવા વધતી જતી મોઘવારીને બાજુમાં મૂકીને નવા વાહનોની ખરીદી લોકોએ કરી હતી. જ્યારે ગત વર્ષ કરતા આ વખતના દશેરાના પર્વના દિવસે વાહનોના શો‚મોમાં નાના થી લઈને મોટા વાહનોનું વેચાણ વધતા વેપારીઓના ચહેરા પર રોનક જોવા મળી રહી હતી. જોકે, ગુરૂકૃપા શો‚મમાંથી નવા વાહનની ખરીદી કરતા દરેકને હેલ્મેટ ફ્રી આપવા સાથે શોરૂમના માલિક મનીષ મુલચંદાણી, પિયુષ મુલચંદાણી તેમજ કનૈયાલાલ