એસટીમાં મુસાફરી દરમિયાન કાગળની ટિકિટ સાચવવાની ઝંઝટ ખતમ, હવે રેલવેની જેમ એસએમએસ ટિકિટ પણ માન્ય

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા પેસેન્જરોની સુવિધા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે બસ સ્ટેશનના કાઉન્ટર પરથી બુક કરાવેલી ટિકિટ માટે કાગળની ટિકિટ સાચવી રાખવાની જરૂર નહીં પડે. કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવ્યા બાદ પેસેન્જરના મોબાઈલ નંબર પર ટિકિટનો એસએમએસ પણ આવશે. મુસાફરી દરમિયાન આ એસએમએસ મોબાઈલમાં બતાવીને ટિકિટ તરીકે માન્ય કરાવી શકાશે.નકશા જુઓ

રેલવેમાં ઓનલાઈન ટિકિટ બુક કરાવ્યા બાદ મોબાઈલમાં આવતો ટિકિટનો એસએમએસ માન્ય ગણવામાં આવે છે. જાકે, રેલવેની મુસાફરીની જેમ જીએસઆરટીસીમાં પણ એસએમએસના આધારે મુસાફરી કરતી વખતે પેસેન્જરે ઓરિજિનલ ઓળખપત્ર સાથે રાખવું પડશે. ટિકિટ ચેકિંગ દરમિયાન કંડક્ટર એસએમએસની સાથે ઓળખપત્ર પણ ચકાસી શકે છે.

અત્યાર સુધી જીએસઆરટીસીના કાઉન્ટર પરથી ટિકિટ લીધા બાદ પેસેન્જરોએ કાગળની ટિકિટ સાચવીને રાખવી પડતી હતી. મુસાફરી દરમિયાન ટિકિટ ખોવાઈ જાય કે ફાટી જાય તો મુશ્કેલી ઊભી થતી હતી. હવે કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવ્યા બાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસએમએસ મોકલવામાં આવશે. મુસાફરી દરમિયાન કંડક્ટર ટિકિટ ચેક કરે ત્યારે પેસેન્જર મોબાઈલમાં આવેલો જીસ્જી બતાવી શકશે. આથી કાગળની ટિકિટ સાચવવાની જરૂરિયાત ઘટશે અને ડિજિટલ માધ્યમથી ટિકિટ બતાવવાની સુવિધા મળશે.

એસએમએસમાં ટિકિટ મળ્યા બાદ પણ પેસેન્જરે મુસાફરી દરમિયાન અસલ ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત રહેશે. કંડક્ટર દ્વારા ટિકિટ ચેકિંગ વખતે એસએમએસ ઉપરાંત ઓરિજિનલ આઇડી પ્રૂફની ચકાસણી કરવામાં આવી શકે છે. તેથી પેસેન્જરોએ આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા અન્ય માન્ય સરકારી ઓળખપત્ર સાથે રાખવું પડશે.

રેલવેમાં મોબાઈલમાં આવેલા ઓનલાઈન ટિકિટના મેસેજને માન્ય રાખવાની સુવિધા પહેલેથી જ ઉપલબ્ધ છે. હવે જીએસઆરટીસી દ્વારા કાઉન્ટર પરથી બુક થતી ટિકિટને પણ એસએમએસ સાથે જાડવામાં આવતા એસટી પેસેન્જરોને કાગળની ટિકિટ સાચવવાની ઝંઝટમાંથી રાહત મળશે. ડિજિટલ સુવિધા તરફ જીએસઆરટીસીનું આ વધુ એક પગલું છે.