જામનગરમાં લગ્નની લાલચ આપી દોઢ લાખ પડાવ્યા, યુવતી થોડા દિવસમાં જ ગાયબ થઈ ગઈ

જામનગર ખાતે રહેતા ૪૮ વર્ષીય ડોલરભાઈ વ્યાસે લગ્નના નામે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદમાં ડોલરભાઈએ પ્રવીણ ભટ્ટ, કાશી રાઠવા અને પિન્કી પટેલ સામે આરોપ મૂક્્યો છે.ડોલરભાઈનાં ૪૮ વર્ષની ઉંમરે પણ લગ્ન થયાં ન હોવાથી તેમનાં ફોઈના દીકરા લાલજી ભટ્ટે ભાવનગરમાં રહેતા પ્રવીણ ભટ્ટનો સંપર્ક કરાવ્યો હતો.

પ્રવીણને લગ્ન માટે યુવતી શોધવાનું કહેતાં તેણે ડોલરભાઈની મુલાકાત કાશી નામની મહિલા સાથે કરાવી હતી. કાશીએ પોતાની ભત્રીજી પિન્કી પટેલ સાથે ડોલરભાઈનાં લગ્નનો પ્રસ્તાવ મૂક્્યો હતો. બંનેએ એકબીજાને પસંદ કરતાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

આ દરમિયાન પ્રવીણ અને કાશીએ ડોલરભાઈને લગ્ન માટે ૧૧ જાડી કપડાં અને દોઢ લાખ રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતું. ડોલરભાઈએ અમદાવાદમાં રહેતી પોતાની ભાણી શિવાનીને ફોન કરી રૂપિયા અંગે વાત કરી હતી. શિવાનીએ ડોલરભાઈને અમદાવાદ બોલાવી દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ પિન્કીએ તે પીરિયડમાં હોવાનું કહી લગ્ન થોડા દિવસ બાદ કરવાની વાત કરી હતી.

ડોલરભાઈએ તેને મંગળસૂત્ર પહેરાવી દીધું હતું અને પિન્કી તેમના ઘરે રહેવા આવી હતી, જાકે તે ડોલરભાઈ સાથે કોઈ સંબંધ રાખતી ન હતી અને ઘરના કામમાં પણ મદદ કરતી ન હતી. થોડા દિવસ બાદ પિન્કીએ તેના સંબંધીના મૃત્યુની વાત કરી ગામ જવાનું કહી ઘર છોડ્યું હતું. ત્યાર બાદ તેનો ફોન સ્વચ ઓફ આવતો હતો. લગ્નના નામે રૂપિયા પડાવાયા હોવાની શંકા જતાં ડોલરભાઈએ અંતે ત્રણેય સામે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી