વાંટના જામલીમાં ૭૭મા વન મહોત્સવની ઉજવણી :‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ

સામાજીક વનીકરણ રેન્જ કવાંટ અને વડોદરા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા ૭૭મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ તાલુકા કક્ષાનો કાર્યક્રમ સરકારી વિનયન કોલેજ, જામલી ખાતે યોજાયો હતો.આ પ્રસંગે ’એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરાયું.

કાર્યક્રમમાં ૧૩૮-પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.

આ ઉપરાંત કવાંટના આર.એફ.ઓ. રાકેશભાઈ રાઠવા, કવાંટ તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ રાઠવા, જીલ્લા પંચાયત સદસ્ય યશવંતભાઈ ચૌહાણ, કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ તેજલબેન રાઠવા અને તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભાવેશભાઈ પંચાલ પણ ઉપસ્થિત રહ્યા.

વન વિભાગના કર્મચારીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવા અને પર્યાવરણનું જતન કરવા અપીલ કરી.