બનાસકાંઠા: ચાની કિટલીએ બેઠેલા ૨ મિત્રોને ટોળાએ ઢોરમાર માર્યો, ઘટનામાં એકનું મોત

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના હાઇવે પર એક યુવકની હત્યા થતા ચકચાર મચી છે. પાલનપુર -અમદવાદ હાઇવે પર એક ટોળાંએ ગાદલવાડા ગામના ૨ યુવાનો પર હુમલો કર્યો અને બંને યુવકોને ઢોર માર મારી ગંભીર ઈજાઓ પહોંચડતા એક યુવકનું મોત નીપજ્યું તો એક યુવક સારવાર અર્થે છે.ત્યારે યુવકની હત્યાની ઘટનાને લઈ પીડિત પરિવારએ ટોળાંમા આવી હુમલો કરવા મામલે ૨૪ લોકો સામે પાલનપુર પશ્ર્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસએ ૨૪ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીઓ ને રાઉન્ડઅપ કરવા તજવીજ હાથ ધરી છે.

બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો, પાલનપુર-અમદવાદ હાઇવે પર આવેલી એક ખાનગી હોટલ નજીક હત્યાની ઘટના સામે આવી છે.ગઈકાલે રાત્રે ગાદલવાડા ગામના ૪ મિત્રો પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલી એક ખાનગી હોટલ નજીક ચા ની કીટલી પર બેસવા ગયા હતા.તે સમયે એક ટોળાએ આવી આ ચાર મિત્રોમાંથી ભરતભાઈ ગણેશ ચૌધરી અને નીતિનભાઈ નામના બે યુવકો પર હુમલો કર્યો અને આ બંને યુવકને ધોકા સહિતના હથિયારો વડે ઢોર માર માર્યો.

જોકે ટોળું બંને યુવકો પર એવી રીતે તૂટી પડ્યું કે બંને યુવકોની હાલત લોહી લુહાણ કરી દીધી. આ ટોળાની મારનો ભોગ બનેલા ભરતભાઈ અને નીતિનભાઈ બંનેની હાલત એટલી ગંભીર બની કે તાબડતોડ બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા.જ્યાં ટૂંકી સારવાર બાદ મોડી રાત્રે ભરતભાઈ ચૌધરીનું કમ કમાટી ભર્યું મોત નીપજયુ.

મૃતક ભરતભાઈના મૃતદેહને પીએમ અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો.જો કે ઘટનાની જાણ સમાજમા થતા ચૌધરી સમાજમાં રોસ ભભૂકી ઉઠ્યો. મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકોના ટોળેટોળા પાલનપુર સિવિલમાં ઉમટી પડ્યા.અને સમાજના લોકો દ્વારા પોલીસ આરોપીઓને પકડીને લાવે તેવી માંગ સાથે મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી ઉચ્ચારવામાં આવી…

ઘટનાની ગંભીરતા ને જોતા પાલનપુર ડીવાયએસપી સહિત એલસીબી પીઆઇ પાલનપુર સિવિલમાં દોડી આવ્યા અને મામલો થાળે પાડવા પોલીસ દ્વારા મૃતક ભરતભાઈ ના પરિવારના આક્ષેપો અનુસાર ૨૪ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી બાદમાં પોલીસે ગણતરીના કલાકોમાં ૮ શખ્સોને રાઉન્ડ અપ પણ કરી દીધા. ઉલ્લેખનીય છે કે પાલનપુરના હાઈવે ઉપર ખુલ્લેઆમ થયેલા આ ધીંગાણાએ પાલનપુરમાં પોલીસની કાયદો સુરક્ષાની વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યા છે.