વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, ગુજરાતમાં તાપમાનમાં ઉતાર-ચઢાવ, ફરી ઠંડી વધશે

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું પ્રમાણ વધતું અનુભવાઈ રહ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેમાં અમરેલીમાં સૌથી ઓછું ૧૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. જો કે, પશ્ર્ચિમી વિક્ષેપના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં દિવસના તાપમાનમાં વધારો થયો હતો અને બપોરે મહત્તમ તાપમાન ૩૨ થી ૩૪ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું.

હવામાન વિભાગે અગાઉથી આગાહી કરી હતી કે ૨૦ ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડી વધુ તીવ્ર બનશે, જેના સંકેતો હવે ધીમે ધીમે દેખાવા લાગ્યા છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન આ પ્રમાણે નોંધાયું છે

૧ અમરેલી ૧૨.૦ સેલ્સિયસ

૨ અમદાવાદ ૧૪.૮ સેલ્સિયસ

૩ ગાંધીનગર ૧૪.૬ સેલ્સિયસ

૪ ડીસા ૧૪.૫ સેલ્સિયસ

૫ વલ્લભ વિદ્યાનગર ૧૫.૦ સેલ્સિયસ

૬ વડોદરા ૧૩.૨ સેલ્સિયસ

૭ સુરત ૧૪.૮ સેલ્સિયસ

૮ દમણ ૧૫.૪ સેલ્સિયસ

૯ ભુજ ૧૭.૯ સેલ્સિયસ

૧૦ નલિયા ૧૪.૦ સેલ્સિયસ

૧૧ કંડલા એરપોર્ટ ૧૪. ૪સેલ્સિયસ

૧૨ ભાવનગર ૧૪.૬સેલ્સિયસ

૧૩ રાજકોટ ૧૫.૫ સેલ્સિયસ

મય ગુજરાતમાં પણ ઠંડીનો અનુભવ વધી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડક વધી છે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસોમાં આ બંને શહેરોમાં લઘુત્તમ તાપમાન ૧૫ થી ૧૬ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. આથી સવાર અને રાત્રે અનુભવાતી કડક ઠંડીમાં થોડો ઘટાડો થઈ શકે છે. સામાન્ય રીતે ડિસેમ્બરના મયમાં કડક ઠંડી અનુભવાતી હોય છે, પરંતુ વર્તમાન હવામાન સિસ્ટમના કારણે લોકોને થોડા દિવસો માટે રાહત મળી શકે છે. હવામાન નિષ્ણાતોમાને છે કે આ અસ્થાયી રાહત છે અને ત્યારબાદ ફરીથી ઠંડીનો નવો પ્રવાહ શરૂ થઈ શકે છે.

હાલમાં ગુજરાતમાં બેવડી ૠતુ જેવી સ્થિતિ સર્જાઈ છે. દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થાય છે જ્યારે રાત્રે અને વહેલી સવારમાં ઠંડી અનુભવાય છે. ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હાલ ઠંડીમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ તેની અસર ઓછી થતા જ ફરીથી ઠંડી વધવાની શક્યતા છે.