સાયલા-લીંબડી હાઈવે પર એસટી બસમાંથી પકડાયો ગાંજો, મુસાફરોને અન્ય બસમાં ટ્રાન્સફર કરતા ગાંજો પકડાયો

સાયલા-લીંબડી હાઈવે પર એસટી બસમાંથી ગાંજો પકડાયો છે. અકસ્માત બાદ મુસાફરોને અન્ય બસમાં ટ્રાન્સફર કરતા ગાંજો પકડાયો છે. કંડક્ટરને શંકા જતાં મુસાફરને અટકાવી પોલીસને જાણ કરી હતી. સાયલા પોલીસે મુસાફર પાસેથી ૨.૨૬ લાખનો ગાંજો જપ્ત કર્યો હતો. પોલીસે મધ્યપ્રદેશના આરોપી જોહન રામસંગ ભુરિયાની ધરપકડ કરી છે.

અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કાર્યવાહી કરી ગાંજાનો મોટો જથ્થો કબ્જે કર્યો હતો. બેંગકોકથી અમદાવાદ આવેલા એક મુસાફરની ચેક-ઇન બેગેજમાંથી આશરે ૮.૯ કિલો હાઇડ્રોપોનિક ગાંજો મળી આવતા કસ્ટમ્સ વિભાગે તેની ધરપકડ કરી હતી. ૨૧ સપ્ટેમ્બરના રોજ બેંગકોકથી લાઇટ નંબર ટીજી ૩૪૩ અમદાવાદ આવી હતી. પેસેન્જર પ્રોફાઇિંલગના આધારે અમદાવાદ કસ્ટમ્સની એઆઇયુ ટીમે મુંબઈના રહેવાસી એક પુરુષ મુસાફરને શંકાના આધારે અટકાવી તેની બેગેજની તપાસ હાથ ધરી હતી. બેગેજની તપાસ દરમિયાન કપડાં વચ્ચે છુપાવવામાં આવેલા ૧૪ એરટાઇટ પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા હતા. પેકેટમાંથી લીલા રંગનો પદૃાર્થ મળી આવતા અધિકારીઓને શંકા ગઈ હતી. ત્યારબાદૃ એનડીપીએસ ફિલ્ડ ટેસ્ટિંગ કિટથી પદાર્થની પ્રાથમિક તપાસ કરવામાં આવતા તે ગાંજો એટલે કે મેરિજુઆના હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદ કસ્ટમ્સ દ્વારા એનડીપીએસ એક્ટ ૧૯૮૫ની સંબંધિત જોગવાઈઓ હેઠળ હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે મુસાફરની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન આ જથ્થો કોના માટે અને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દાઓ અંગે માહિતી મેળવવામાં આવી રહી છે.