ગોધરા નગરપાલિકા ડિજીટલ બનવા તરફ અગ્રેસર : ‘અર્બન એટલાસ પ્રોજેક્ટ’ હેઠળ ૬૧,૦૦૦થી વધુ મિલકતોનું થશે ડિજીટલ મેપિંગ અને રિ-સર્વે

ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ મિશન અંતર્ગત ગોધરા શહેરને ડિજીટલ યુગમાં લઈ જવા માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શ‚ કરવામાં આવ્યો છે. ગુજરાતભર માંથી પસંદ કરાયેલી ૧૫ નગરપાલિકાઓમાં ગોધરા નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત શહેરમાં ‘અર્બન એટલાસ પ્રોજેક્ટ’ હેઠળ મિલકતોની નવી આકારણી અને ડિજીટલ મેપિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.ગોધરા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ આનંદ ઘડિયાળીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદની એમ્નેક્સ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ એજન્સીને સર્વે અને ડિજીટલ મેપિંગની કામગીરી સોંપવામાં આવી છે. ગોધરા નગરપાલિકા વિસ્તારમાં અગાઉની આશરે ૫૦,૦૦૦ જૂની મિલકતો તેમજ નવી સમાવાયેલી ૬ ગ્રામ પંચાયતોની આશરે ૧૧,૦૦૦ મિલકતો મળીને કુલ ૬૧,૦૦૦થી વધુ મિલકતોનો નવેસરથી ડિજીટલ સર્વે કરવામાં આવશે. આ સર્વે માત્ર મિલકતો પૂરતો મર્યાદિત ન રહેતાં શહેરની ભૂગર્ભ ગટર યોજના, સ્ટોર્મ વોટર લાઇન, સ્ટ્રીટ લાઇટ તેમજ પાણીની પાઇપલાઇન સહિતની તમામ માળખાકીય સુવિધાઓનું પણ સચોટ ડિજીટલ મેપિંગ કરવામાં આવશે. ભવિષ્યમાં નાગરિકો મોબાઇલ એપ્લિકેશન દ્વારા સરળતાથી સુવિધાઓ મેળવી શકે તે હેતુથી મહાનગરપાલિકા તરફ પ્રયાણ કરી રહેલા ગોધરા માટે આ પ્રથમ ડિજીટલ પગલું છે.સર્વે ટીમ સાથે નગરપાલિકાના અધિકૃત કર્મચારીઓ તેમજ એજન્સીના ઓળખકાર્ડ ધારક કર્મચારીઓ ‚બ‚ મુલાકાત લેશે. આ દરમિયાન મિલકતનો ફોટો અને પાંચ સેક્ધડનો વીડિયો લેવામાં આવશે. નાગરિકોએ કોઈ પણ પ્રકારના અસલ દસ્તાવેજો આપવાના રહેશે નહીં, માત્ર ઇન્ડેક્સ કોપી, તાજેતરનું લાઇટ બિલ કે પાલિકાના વેરાની પહોંચ જેવી વિગતો ‚બ‚ દર્શાવવાની રહેશે.કોઈપણ પ્રકારની મૂંઝવણ, શંકા કે પૂછપરછ માટે પાલિકા દ્વારા ટૂંક સમયમાં હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે સ્થાનિક સાંસદ, ધારાસભ્ય તથા રાજ્ય સરકારના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

બોકસ:-ગોધરામાં આજથી તો આગામી જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં પ્રોપર્ટી સર્વે અને જરૂરી માહિતીનું સર્વેક્ષણની કામગીરી ગોધરા નગર પાલિકા દ્વારા કરવામાં આવશે.

ગોધરા નગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવે છે કે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM), ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ,ગોધરા શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત આધુનિક સર્વેક્ષણની કામગીરી શ‚ કરવામાં આવી રહી છે. આ કામગીરી ખાનગી એજન્સી દ્વારા તા.૨૩.૯.૨૦૨૬ થી જાન્યુઆરી ૨૦૨૭ સુધી હાથ ધરવામાં આવશે.આ સર્વેમાં મિલકત સર્વે તથા ડ્રોન દ્વારા એરિયલ સર્વે, તેમજ પાણી, ગટર, સ્ટોર્મ વોટર, વીજળી, ગેસ અને ઓપ્ટિકલ ફાઇબર જેવી જાહેર ઉપયોગિતાઓના નેટવર્કનું સર્વે અને મેપિંગ કરવામાં આવશે. આગામી દિવસોમાં અધિકૃત ઈંઉ કાર્ડ ધરાવતી સર્વે ટીમ તમારા વિસ્તારની મુલાકાત લેશે. કૃપા કરી તેમને સંપૂર્ણ સહકાર આપશો. આ સર્વે ગુજરાત સરકારનો અધિકૃત પ્રોજેક્ટ છે. એકત્રિત માહિતીનો ઉપયોગ ફક્ત શહેરના સુવ્યવસ્થિત આયોજન, મિલકત વ્યવસ્થાપન સુવિધાઓના આયોજન અને ભવિષ્યના વિકાસ કાર્યો માટે જ થશે અને આપની ગોપનીયતા સંપૂર્ણપણે જળવાશે. ગોધરાના સ્માર્ટ અને આધુનિક વિકાસ માટે આપનો સહકાર અમૂલ્ય છે, તો ચાલો સૌ સાથે મળીને ગોધરા શહેરના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં સહભાગી બનીએ.ગોધરા નગર પાલિકા ધ્વારા શહેરીજનોને વિશેષ ખાસ નોંધ લેતા જણાવ્યું છે કે, આ સર્વે સંપૂર્ણપણે નિ:શુલ્ક છે. સર્વે માટે કોઈપણ પ્રકારના પૈસા આપવાના નથી. જો કોઈ વ્યક્તિ સર્વેના નામે તમારી પાસેથી પૈસાની માંગણી કરે તો પૈસા આપશો નહીં અને તાત્કાલિક નગરપાલિકા અધિકારીને જાણ કરશો. શહેરીજનો સુવિધાઓ માટે ગોધરા નગર પાલિકા દ્વારા હેલ્પ લાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે.જ ેમાં ઓ.એસ.-દિનેશ કામોલ ૯૪૨૭૩૦૯૧૦૨, સલીમ પઠાણ-૯૬૬૪૬૭૪૭૯૫, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર આનંદ ઘડિયાળી-૯૪૨૮૦૩૦૮૧૧ઉપર શહેરીજનો સંપર્ક કરી શકશે.

‚