પંચમહાલ કલેક્ટર અજય દહિયાએ કાલોલની મેદાપુર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી

શૈક્ષણિક કામગીરી અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.

પંચમહાલ જીલ્લા કલેક્ટર અજય દહિયાએ કાલોલ તાલુકાની મેદાપુર ગામની પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લઈ શાળાની શૈક્ષણિક કામગીરી તેમજ વિદ્યાર્થીઓને મળતી પ્રાથમિક સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.

મુલાકાત દરમિયાન કલેક્ટરએ વર્ગખંડમાં જઈને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે બાળકોની શૈક્ષણિક સમજ, વાંચન-લેખન ક્ષમતા અને અભ્યાસની પ્રગતિ અંગે જાણકારી મેળવી હતી. બાળકોનો ઉત્સાહ વધારવા માટે કલેક્ટરએ વિદ્યાર્થીઓને બ્લેકબોર્ડ પર લખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ શૈક્ષણિક બાબતો બ્લેકબોર્ડ પર લખીને પોતાની આવડત રજૂ કરી હતી.

આ મુલાકાત વેળાએ કલેક્ટરએ શાળાના સંબંધિત શિક્ષકો પાસેથી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વિષયવાર આયોજન અને શાળાની જ‚રિયાતો અંગે વિગતવાર માહિતી મેળવી હતી તેમજ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ પૂ‚ં પાડવા અને અભ્યાસ પ્રત્યે સતત પ્રોત્સાહિત કરવા જ‚રી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.