વેજલપુર ગામે વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાઓનું શ્રદ્ધાળુ દ્વારા ચાલુ વરસાદે વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું

કાલોલ તાલુકાના વેજલપુર ગામે શ્રીજીનું સાત- દિવસનું આતિથ્ય માનયા બાદ વિસર્જન યાત્રા પરંપરા મુજબ સાર્વજનિક ગણેશ સાથે રામજી મંદિરેથી નીકળી હતી. આ વિશાળ નગર યાત્રાની રામજી મંદિર થી શ‚આત કરવામાં આવી હતી અને આ યાત્રામાં વિવિધ ગણેશ મંડળો ગણપતિ અને ડી.જે. તેમજ ઠોલ નગારાના તાલે દેશ ભક્તિ ગીતો સાથે યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશભક્તો જોડાયા હતા. આ યાત્રામાં મોટી કાછીયાવાડ, નાનીકાછીયાવાડ, સોનીવાડ, મોટાપરા, ખેડા ફળિયા, ભોઈવાડા તેમજ વિવિધ મંડળોના ગણપતિ સાથે સામેલ થયા હતા. આ યાત્રા રામજી મંદિરેથી નીકળી વિવિધ વિસ્તારો જેવા કે, મોટી કાછીયાવાડ, મેન બજાર, હોળી ચકલામાં અને મુસ્લિમ વિસ્તારમાં આવી હતી અને ત્યાર બાદ દીવાન ફળિયા અને નાની કાછીયાવાડ, માળી ફળિયા, મંદિર ફળિયા, મુખ્ય બજાર, ગ્રામ પંચાયત, પોલીસ સ્ટેશન થઈ મોટા તળાવ ખાતે નાના મોટા ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં ભક્તોએ ગણપતિદાદાને મનાવી અને ગણપતિદાદા મોરિયા આવતે વર્ષે લોકર્યાના સુત્રો સાથે વિસર્જન કર્યું હતું. વધુમાં ધોધમાળ વરસાદમાં ગણેશ વિસર્જન યાત્રા શ‚ થઈ હતી. વરસાદમાં ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મર્યો હતો. આ યાત્રામાં ખુબજ મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં ઉુતા નવિન આહીર તેમજ ૧ પી.આઈ તેમજ ૭ પી.એસ.આઈ. પોલિસ તથા હોમગાર્ડ તથા જી.આર.ડી. મળીને કુલ ૨૦૮ ઉપરાત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આમ વધુમાં ગણેશ વિસર્જનના ભાગ‚પે કાલોલ ફાયરવિભાગ ટીમ તથા તરવ્યાની વ્યવસ્થા કરવામાં આવી અને આમ વિસર્જન બંદોબસ્તમાં કાલોલના ડી.વાય.એસ.પી. નિવીન આહુર વેજલપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. વહુનીયા દ્વારા સુંદર બંદોબસ્ત યોજ્યો હતો. આમ, વિસર્જન દરમિયાન પોલીસે ખડે પગે રહી ફરજ બજાવી હતી. વેજલપુરમાં અંદાજીત ૧૫ થી વધુ મોટી મૂર્તિઓ તેમજ નાની મૂર્તિઓનું વેજલપુર મોટા તળાવ ખાતે વિસર્જન કરાયું હતું. ત્યારે આ વિસર્જનના બન્ને સમાજના આગેવાનો પણ ખુબજ મેહનત કરી હતી અને આમ શાંતિ પુણ માહોલ માં ગણેશ વિસર્જન પુર્ણ થતા વહીવટી તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.