
સંતરામપુર,નિષાદરાજ ઍજ્યુકેશન ઍન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સહજાનંદ કોલેજ નરસિંગપુર (સંતરામપુર) દ્વારા આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે આઝાદીનો અમૃત મહોત્સવ તેમજ 77મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના પ્રારંભે સહજાનંદ કોલેજના આચાર્ય ડો. સંજય પારગી એ આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતા સંપૂર્ણ કાર્યક્રમની રૂપરેખા પ્રસ્તુત કરી હતી. આ કાર્યક્રમ સંતરામપુર તાલુકા ભાજપા મહામંત્રી સમ્માનીય છગનભાઈ માલ ની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત ધ્વજારોહણ, ધ્વજવંદન અને ધ્વજગીત થી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરી ટ્રસ્ટના મંત્રી ડો. બી. કે. કલાસવા એ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, દેશના સમ્માનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આઝાદીના અમૃત મહોત્સવના અનેકવિધ પ્રકલ્પોનુ એક પ્રકલ્પ શિક્ષણ વ્યવસ્થામાં રાષ્ટ્રીય શિક્ષણનીતિ પણ છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ખરેખર વિદ્યાર્થીઓની આંતરિક પ્રતિભાઓને વિકસિત કરીને રોજગાર તરફ વાળવાનો દિશા નિર્દેશ પણ કરે છે. દુષણ મુક્ત સમાજ સંરચના માટે આજના યુવાનને વિચાર કરવો જોઈએ અને આ કામ શિક્ષણ સાથે સંકળાયેલ શિક્ષણ શિલ્પીઓનું છે. ટ્રસ્ટના ઉદ્દેશ્યને શ્રોતાઓ સમક્ષ મુકતા કહ્યું હતું કે નિષાદરાજ રામના સમકાલીન, સહ-અધ્યાયી તેમજ મિત્ર હતા. રામના ધ્યેયો, ઉદ્દેશોને નિષાદરાજે મિત્રવત ભાવે, પ્રજા કલ્યાણ તેમજ રાષ્ટ્ર કલ્યાણ માટે પૂર્ણ કર્યા હતા.

આ કાર્યક્રમના અધ્યક્ષ છગનભાઈ માલ તેમના અધ્યક્ષીય ભાષણમાં જણાવ્યું હતું કે, આ દેશની પૌરાણિક તેમજ ઐતિહાસિક વિરાસતને સુરક્ષિત કરવાનું જે કામ રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર કરી રહી છે. તેમાં સમ્માનીય વડાપ્રધાન મોદીની દીર્ઘદ્રષ્ટિ કામ કરી રહી છે. તેમણે શિક્ષણ પર વિશિષ્ટ ભાર મુકતા કહ્યું હતું કે, વ્યક્તિ,સમાજ તેમજ રાષ્ટ્ર નિર્માણમાં એક ઉચ્ચ ચરિત્ર સંપન્ન યુવાનની જરૂરિયાત છે. આજના યુવાનના વિવિધ વ્યસનોનો ઉલ્લેખ કરતા વ્યસનમુક્તિની વાત કરી હતી. દેશને સારા સંનિષ્ઠ સંસ્કારવાન યુવાનની જરૂરિયાત છે. વર્તમાન ભારતીય યુવાનોની વાત કરતા તેમણે આપણા સ્વતંત્રતા સેનાની એવા અનેક યુવાનોના ચરિત્રોને યાદ કર્યા હતા. રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતી રાષ્ટ્રીય કવિઓની કેટલીક કાવ્ય પંક્તિઓ દ્વારા યુવાનોમાં દેશપ્રેમ ભાવના જગાવવાનું આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં વિ.વિ.જાતિ મહિસાગર જીલ્લાના ઉપપ્રમુખ કલ્યાણસિંહજી, મહિસાગર, ખેડા જીલ્લા ભાજપા પ્રભારી પ્રણવભાઈ પટેલ, નિષાદરાજ ટ્રસ્ટના પ્રમુખ ડો. વસંતીબેન કલાસવા, રાજેશભાઈ ગરોડ, બી.આર. પારગી, વિરાભાઈ ગરોડ, રીટાયર્ડ આર્મીમેન મંગળા ચરપોટ, ગાડીયા તાલુકા સભ્ય ખેમાભાઈ બરજોડ તથા ભાજપ કાર્યકર ઈશ્ર્વરભાઈ કલાસવા તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો, કોલેજના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન અનામિકા રાઠોડએ કર્યું હતું. તેમજ આભાર વિધિ કોલેજના પ્રાધ્યાપક વિક્રમભાઈ રજાત એ કરી હતી. અંતમાં રાષ્ટ્રગાન કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.