હાલોલના ગોધરા રોડ ઉપર ગીરીકંટા સોસાયટીમાં વધતા ચોરીના બનાવોને ડામવા પોલીસ દ્વારા પેટ્રોલીંગ વધારી શંકાસ્પદ વાહનનું ચેકીંગ કરાય તેવી માંગ

હાલોલ શહેરના ગોધરા રોડ ઉપર સાગર સ્પ્રિગ સામે આવેલી ગિરિકંટા સોસાયટીમાં કેટલાક દિવસોથી સતત ચોરીના બનાવો વધી રહ્યા છે. અત્યાર સુધી ત્રણ મકાનને નિશાન બનાવી અંદાજીત 15 થી 16 લાખની મત્તાની ચોરી થયેલ છે. ત્યારે પોલીસ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવે અને પોલીસ પેટ્રોલીગ વધારે તેવી માંગ પ્રબળ બની છે.

હાલોલના ગોધરા રોડ ઉપર સગાર સ્પ્રિંગ કં5ની સામે આવેલી ગિરિકંટા સોસાયટીને તસ્કરો નિશાન બનાવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસમાં ત્રણ મકાનોને નિશાન બનાવી અંદાજીત રૂા.15 થી 16 લાખના સોના-ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરવામાં તસ્કરો સફળ થયા છે. આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ પણ નોધાવા પામેલ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોરીની ધટના અંજામ આપવા માટે બે થી ત્રણ મોટર સાયકલ ચોર ઈસમો રેકી કરતા હોય છે અને ચોરી થયા બાદ કાર આવે છે. કારમાંં બ્લેક ફિલ્મ પટ્ટી લાગેલ હોવાથી અંદર બેઠેલ વ્યકિત દેખી શકાતા નથી. ગિરિકંટા સોસાયટીમાં માત્ર પ્રવેશદ્વાર પર કેમેરા લાગેલ છે. જેથી ચોર ઈસમો ઉપર નજર રાખવી અને ઓળખ કરવી મુશ્કેલ બની છે. ત્યારે વધતા જતા ચોરીના બનાવોને ડામવા માટે પોલીસ દ્વારા રાત્રીના પોલીસ પેટ્રોલીગમાં વધારો કરવામાં આવે તેમજ શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.