દાહોદથી મુસાફરો ભરીને ઈન્દોર હાઈવે તરફ જઈ રહેલી એક પેસેન્જર ઓટો રિક્ષાને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. હાઈવે પરથી પસાર થતી વખતે રિક્ષાના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા રિક્ષા માર્ગ પર જ પલટી મારી ગઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં રિક્ષામાં સવાર ચાર જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. દાહોદ તરફથી આવી રહેલી પેસેન્જર રિક્ષા ઈન્દોર હાઈવે પરથી પસાર થઈ રહી હતી, તે સમયે અચાનક ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર: ઘટના બનતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને ત્વરિત ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ૧૦૮ ની ટીમે ઘટનાસ્થળે પહોંચી તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક ઉપચાર આપી વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. વાહનને નુકસાન: અકસ્માત એટલો જોરદાર હતો કે, રિક્ષા પલટી મારી જતાં વાહનને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત સંદર્ભે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છેઈન્દોર હાઈવે પર પૂરપાટ જતી રિક્ષા પલટી મારી જતાં ગંભીર અકસ્માત, ૪ મુસાફરો ઈજાગ્રસ્ત