
કાલોલ તાલુકાના વેજલપુર ગામ ખાતે આવેલી સિદ્ધિ વિનાયક સોસાયટીમાંથી એક અજાણ્યો ચોર ઇસમ રાત્રિના સમયે પાર્ક કરેલી પલ્સર મોટરસાયકલનું સ્ટેરિંગ લોક તોડી ચોરી કરી ફરાર થઈ ગયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે વેજલપુર પોલીસ મથકે અજાણ્યા ઇસમ સામે ચોરીનો ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, ગોધરા તાલુકાના રાયસીંગપુર (નિશાળ ફળિયું) ખાતે રહેતા અને હાલોલ ૠઈંઉઈ માં આવેલી એમ.જી. કંપનીમાં નોકરી કરતા વિપુલકુમાર રાજેન્દ્રસિંહ રાઠોડ તારીખ ૨૫/૦૭/૨૦૨૬ ના રોજ સાંજે પોતાની કાળા કલરની બ્લુ પટ્ટાવાળી પલ્સર ૧૨૫ સી.સી. મોટરસાયકલ (. GJ-17-CL-0672) લઈને નોકરી પર જવા નીકળ્યા હતા.
દૌરાન ચોમાસાનો વરસાદ ચાલુ હોવાથી, તેઓ વેજલપુર સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા અને સાથે નોકરી કરતા તેમના મિત્ર કરણભાઈ શૈલેષભાઈ ચૌહાણના ઘરે રોકાયા હતા. ત્યાં સાંજે આશરે ૫:૩૦ વાગ્યે બાઈકનું સ્ટેરિંગ લોક કરીને બંને મિત્રો ખાનગી વાહનમાં નોકરી પર ગયા હતા.
બીજા દિવસે સવારે ૫:૦૦ વાગ્યે નોકરી પરથી પરત આવીને જોતાં ઘરના આંગણામાં મુકેલી આશરે ા. ૭૦,૦૦૦ની કિંમતની બાઈક ગાયબ જણાાઈ હતી. આજુબાજુના વિસ્તારમાં ભારે શોધખોળ કરવા છતાં બાઈક મળી આવી ન હતી.
આખરે, વિપુલકુમારે વેજલપુર પોલીસ સ્ટેશનમાં આવી અજાણ્યા ચોર ઈસમ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે પોલીસે ઇગજ ની કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.