છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની નસવાડી જુથ ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજજો આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી પ્રક્રિયા હાલ સ્થગિત થઈ હોવાનુ જાણવા મળી રહ્યુ છે.નગરપાલિકા રચના માટે જરી પ્રક્રિયાના ભાગપે નસવાડીની આસપાસ આવેલી ગ્રામ પંચાયતોની સંમત્તિ મંગાવવામાં આવી હતી. પરંતુ ચાર પંચાયતોએ વિરોધ નોંધાવતા સમગ્ર પ્રક્રિયા હાલ અભેરાઈ ચઢી છે.