
પંચમહાલ જીલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસ ના કુલ ૧૩ કેસમાંથી હાલ ૭કેસ સારવાર હેઠળ છે.જીલ્લામાં ૨પોઝેટીવ, ૫ બાળકના રિપોર્ટ નેગેટિવ અને ૬ બાળકના રિપોર્ટ પેન્ડિંગ છે. ચાંદીપુરા વાઇરસ નો શંકાસ્પદ કેસ ૧૩ માંથી એક ગોધરા શહેરના રહેમતનગર માં મળી આવ્યો છે.
હાલ પાલિકામાં સમાવેશ થયેલ રહેમત નગર વિસ્તારના જૂના મકાન માં રહેતા ભાઈ અને બહેન ને તાવ આવ્યો હતો.પરંતુ ભાઈ ને તાવ સાથે ખેંચ આવતા તાત્કાલિક બાળક ના પરિવારજનો ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ દેખાતા તેના સેમ્પલ લઈને લેબોરેટરી ખાતે મોકલી આપ્યા હતા.
રહેમત નગરમાં મકાનમાંથી રેતાળ માખીઓ પકડી દવાનો છંટકાવ કરી સર્વેલેન્સ ની કામગીરી હાથ ધરી છે. બાળક ને તુરંત સારવાર હેઠળ કરતા બાળક ની સ્થિતિ સુધારા પર છે. રહેમત નગર વિસ્તારમાં બે શાળાઓ આવેલી છે,જ્યાં અભ્યાસ કરતા નાના બાળકો વર્ષોથી ગંદા પાણી અને કાદવ-કીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, મુખ્ય માર્ગો પર ગટરો ઉભરાવવાથી ચોવીસે કલાક દુર્ગંધ મારતું ગંદુ પાણી વહેતું રહે છે.
વિસ્તારમાં ગંદકીની ભરમાર અમો પાછલા ઘણા સમયથી અહીંયા રહીએ છીએ. વિસ્તારમાં સાફસફાઈ,રોડ-રસ્તા કે ગટર સહિતની કોઈ સુવિધા અમને મળતી નથી.તંત્રની બેદરકારીના લીધે અમે ચોવીસ કલાક આવી નર્કાગાર વચ્ચે જીવવા મજબૂર બન્યા છે.:- અય્યુબભાઈ જમાલ, સ્થાનિક રહીશ, રહેમત નગર, ગોધરા…